GSTV
Home » News » આ ટ્રેન ભારતના 12 રાજ્યોમાંથી પસાર થાય છે, પાંચ JIOના કાર્ડ રિચાર્જ થઈ જાય તેટલું છે ભાડુ

આ ટ્રેન ભારતના 12 રાજ્યોમાંથી પસાર થાય છે, પાંચ JIOના કાર્ડ રિચાર્જ થઈ જાય તેટલું છે ભાડુ

દુનિયાભરની ટ્રેનો જ્યારે લાંબા રૂટ પર જતી હોય ત્યારે ડ્રાઈવરની રસ્તો યાદ રાખવાની કળાને આપણે બિરદાવતા હોઈએ છીએ. ત્યારે આજે એક એવી ટ્રેન વિશે જાણીશું જે ભારતના 12 રાજ્યોમાંથી પસાર થાય છે. આ ટ્રેનનું નામ હિમસાગર એક્સપ્રેસ છે. જે ટ્રેન જમ્મુ તાવીથી કન્યાકુમારી સુધી સાપ્તાહિક ચાલે છે.

હિમસાગર એક્સપ્રેસથી કન્યાકુમારી સુધી આ ટ્રેન 3787 કિમી લાંબો રૂટ લે છે. જેમાં તે 12 રાજ્યો વચ્ચેથી પસાર થાય છે. જમ્મુથી કન્યાકુમારી પહોંચવા સુધી આ ટ્રેન 71 કલાક અને 10 મિનિટ લાગે છે. ટ્રેનનું ભાડુ એસીમાં 2610 રૂપિયા છે. અને સ્લીપરમાં 959 રૂપિયા છે.

જે માર્ગમાંથી હિમસાગર એક્સપ્રેસ પસાર થાય છે, ત્યાં કેટલાક મુખ્ય સ્ટેશનો પણ આવે છે લુધિયાના જેઅન, ન્યૂ દિલ્હી, ભોપાલ જેએન, નાગપૂર, વિજયવાડા જંક્શન, તિરૂપતિ, સેલમ જેએન, કોઈમ્બતુર. જમ્મુથી શરૂ થતી આ ટ્રેન કન્યાકુમારી સુધી પહોંચે ત્યાં સુધીમાં કુલ 73 સ્ટેશનમાંથી પસાર થાય છે. ટ્રેનમાં કુલ 19 એસી હોય છે. અને એક પેટ્રી કાર સહિત 19 કોચ હોય છે.

હિમસાગર સિવાય દેશની સૌથી લાંબી દૂરી નક્કી કરતી ટ્રેનોમાં ડિબ્રુગઢ કન્યાકુમારી-વિવેક એક્સપ્રેસનો સમાવેશ થાય છે. એ દક્ષિણના ઉત્તર પૂર્વ સાથે જોડાય છે. આસામથી કન્યાકુમારી સુધીમાં તે 3,346 કિ.મી સુધી ત્રણ દિવસ સતત ચાલતી રહે છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!