GSTV

હવે ટ્રેનમાં પણ હશે ‘કેપ્ટન’, મુસાફરોની આ બાબતોનું રાખશે ધ્યાન

Last Updated on June 21, 2018 by

રેલવેમાં મુસાફરી દરમ્યાન મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે ભારતીય રેલવેનો આગ્રા વિભાગ આગામી એક અઠવાડિયાની અંદર ‘ટ્રેન કેપ્ટન’ યોજના શરૂ કરવા જઈ રહ્યો છે. આ યોજના હેઠળ કેટલાંક વરિષ્ઠ કર્મચારીઓને ટ્રેનના કેપ્ટન બનાવવામાં આવશે. આ કેપ્ટન યાત્રાળુઓની સુરક્ષા અને આરામદાયક મુસાફરી નક્કી કરવાનું કામ કરશે.

ડીઆરએમના પીઆરઓ સંચિત ત્યાગીએ ગુરૂવારે જણાવ્યું, ‘ટીકિટ ચેકિંગ સ્ટાફના સૌથી વરિષ્ઠ સભ્યને ટ્રેન કેપ્ટન બનાવવામાં આવશે. કેપ્ટનનું કામ મુસાફરોની સુરક્ષા અને આરામ નક્કી કરવાનું હશે. તેમને આગ્રા વિભાગથી ઉપડતી ટ્રેનો પર તેનાત કરવામાં આવશે.’

સુવિધાઓ અને સુરક્ષાઓનું ધ્યાન રખાશે

અધિકારીઓએ વધુમાં કહ્યું કે, ટ્રેનની સંપૂર્ણ જવાબદારી ટ્રેન કેપ્ટનની રહેશે. સંચિત ત્યાગીએ એમ પણ કહ્યું, મુસાફરોની આરામદાયક અને સુરક્ષિત યાત્રાને ધ્યાનમાં રાખી આ યોજના શરૂ કરાઇ રહીં છે. આગામી એક અઠવાડિયામાં નોર્થ સેન્ટ્રલ રેલવેના આગ્રા ડીઆરએમ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ટ્રેન કેપ્ટન એક વેજ પહેરશે. આ સિવાય રીઝર્વેશન ચાર્ટ પર તેમનું નામ અને મોબાઈલ નંબર લખ્યો હશે. તેમણે વધુમાં કહ્યું, ‘બધા મુસાફરો સુધી સુવિધા પહોંચે તે જવાબદારી ટ્રેન કેપ્ટનની રહેશે. આ યોજના હેઠળ તેવી ટ્રેનોમાં ટ્રેન કેપ્ટન તેનાત હશે, જેમાં ટ્રેન સુપરિન્ડેન્ટ (ટીએસ) સિસ્ટમ રાખવામાં આવશે.  રાજધાની, શતાબ્દિ, અને દૂરંતોમાં ટ્રેન કેપ્ટન તૈનાત હશે.

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!