GSTV

2 કિશોરના શરીરના ટુકડે ટુકડે થઈ ગયા : કાનમાં ભરાવેલું હેડફોન બન્યું નિમિત્ત, કર્ણાટક એક્સપ્રેસ ઉપર થઈ નીકળી ગઈ

Last Updated on November 21, 2020 by Karan

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં રેલવે ટ્રેક પર રુંવાડા ઉભા થઈ જાય તેવી ટ્રેન દુર્ઘટનામાં બે કિશોરોનું કમકમાટીભર્યું મોત થયું છે. મળતી વિગતો પ્રમાણે કાનમાં નાંખેલા હેડફોન બંને કિશોરોનાં મોતનું કારણ બન્યા હતા. તેઓ હેડફોન નાંખીને રેલવે ટ્રેક પર ચાલી રહ્યા હતા અને પાછળથી આવી રહેલી ટ્રેનનો અવાજ તેમને હેડફોનના ચક્કરમાં સંભળાયો નહોતો. ટ્રેન તેમના શરીર પર ફરી વળી હતી. મળતી વિગતો પ્રમાણે 19 વર્ષીય ઈરફાન અને 16 વર્ષીય કલીમ રેલવે ટ્રેક પર ચાલતા ચાલતા જઈ રહ્યા હતા ત્યારે તેમણે કાનમાં હેડફોન નાંખેલા હતા. પાછળથી આવેલી કર્ણાટક એક્સપ્રેસ તેમના શરીર પર ફરી વળી હતી.

 વારંવાર હોર્ન માર્યા પછી પણ તેઓ ટ્રેક પરથી ખસ્યા નહોતા

ટ્રેન નજીકના સ્ટેશન પહોંચી એ પછી એન્જિન ડ્રાઈવરે રેલવે અધિકારીઓને અકસ્માતની સૂચના આપી હતી. ડ્રાઈવરે કહ્યું હતું કે, બંને કિશોરો ટ્રેક પર ચાલી રહ્યા હતા અને વારંવાર હોર્ન માર્યા પછી પણ તેઓ ટ્રેક પરથી ખસ્યા નહોતા .જેના કારણે તેઓ ટ્રેન હેઠળ આવી ગયા હતા.

50 થી 60 ટુકડાઓમાં વહેંચાયેલા તેમના મૃતદેહની ઓળખ કરી હતી

પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને માંડ માંડ 50 થી 60 ટુકડાઓમાં વહેંચાયેલા તેમના મૃતદેહની ઓળખ કરી હતી. આ અકસ્માત બાદ બે કલાક સુધી રેલવે વ્યવહાર પણ પ્રભાવિત રહ્યો હતો

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!