GSTV
Home » News » દરવાજે લટકી મુસાફરી કરતા વીજપોલ સાથે અથડાયો, ધડ ત્યાં જ પડ્યું અને માથું ટ્રેનમાં જ રહ્યું

દરવાજે લટકી મુસાફરી કરતા વીજપોલ સાથે અથડાયો, ધડ ત્યાં જ પડ્યું અને માથું ટ્રેનમાં જ રહ્યું

ટ્રેનના દરવાજે ઉભા રહીને મુસાફરી કરવી કેટલી ખતરનાક સાબિત થઇ શકે તે વાતની પ્રતિતિ આપતો કિસ્સો સુરતના કોસંબા નજીક બન્યો. સુરતના કોસંબા વચ્ચે ભરૂચ વિરાર શટલ ટ્રેનમાં ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરતા વિદ્યાર્થીનું માથું રેલવે પોલ સાથે અથડાયુ. આ ટક્કર એટલી ખતરનાક હતી કે વિદ્યાર્થીનું માથુ ધડથી અલગ થઇ ગયું.

જેમાં વિદ્યાર્થીનું ધડ ત્યાં જ પડી ગયું. જ્યારે વિદ્યાર્થીના માથાનો ભાગ કોચમાં જ પડી ગયો અને તે કિમ સુધી આવ્યો. આ ઘટના એટલી ખતરનાક હતી કે નજરે જોનારા ધ્રુજી ગયા હતા. મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થી ભરૂચ એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી હતો.

આ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છેકે આ વિદ્યાર્થી રજામાં તેના ઘરે હોળી ધૂળેટી મનાવવા જઇ રહ્યો હતો.

Read Also 

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi