દેશની સૌથી ઝડપી ટ્રેનને મોદી આપશે લીલીઝંડી, 200ની છે ટોપની સ્પીડ

દેશની સૌથી ઝડપથી દોડતી એન્જિન વગરની ટ્રેન 18 ટૂંકસમયમાં દોડશે. સૂ્ત્રો પ્રમાણે, આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીથી લીલી ઝંડી આપશે. શતાબ્દી ટ્રેનની જગ્યા લેનાર દેશની સૌથી ઝડપી દોડતી આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડશે. શરૂઆતની યોજના પ્રમાણે ટ્રેન 18 દિલ્હીથી સવારે 6 વાગે ઉપડશે અને આશરે 800 કિમીનું અંતર 8 કલાકમાં કાપીને 2 વાગે વારાણસી પહોંચશે.

આ ટ્રેન 200 કિમી/કલાકની ઝડપે પહોંચી શકે છે

આ મહિને 2 ડિસેમ્બરે ટ્રેન 18એ કોટા-સવાઈ માધોપુર સેક્શન ખાતેનાં ટ્રાયલમાં 180 કિમી/કલાકનું અંતર કાપ્યું હતું. 100 કરોડનાં ખર્ચે ચેન્નાઈની કોચ ફેક્ટરીમાં નિર્માણ પામેલી ટ્રેન 18એ 160 કિમી/કલાકનું અંતર કાપતી ગતિમાન એક્સપ્રેસનો રેકોર્ડ તોડ્યો હતો. મેક ઈન ઈન્ડિયાની મહત્વની યોજનામાંની એક ગણાતી ટ્રેન 18નાં ટ્રાયલ રન પછી અધિકારીઓએ કહ્યું કે, આ ટ્રેન 200 કિમી/કલાકની ઝડપે પહોંચી શકે છે.

મુસાફરીનો સમય 10-15% સુધી ઘટશે

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ટ્રેન 18નું નિર્માણ થતા તેનો ખર્ચ ઘટ્યો છે. ઝડપનાં કારણે મુસાફરીનો સમય 10-15% સુધી ઘટશે. ટ્રેન 18માં 360 ડિગ્રી સુધી ફરનારી સીટો છે. આ સાથે જ એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ પણ છે જેથી વીજળીની મહત્તમ બચત કરી શકાશે. એયરોડાયનૈમિક ડિઝાઈન વાળા ડ્રાઈવર કેબિન ટ્રેનનાં બન્ને ભાગે લગાવવામાં આવ્યા છે. જેથી ટ્રેન સ્ટેશન પહોંચ્યા પછી તરત જ પાછી આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter