GSTV

Torbaaz Trailer: શરણાર્થી બાળકોને આતંકથી બચાવવા સંજય દત્તની લડાઈ, ટ્રેલરમાં જુઓ ધમાકેદાર અંદાજ

બોલીવુડ એક્ટર સંજય દત્તની અપકમિંગ એક્શન-થ્રિલર ફિલ્મ તોરબાઝ (Torbaaz) નેટફ્લિક્સ પર રિલીઝ થવા માટે તૈયાર છે. છેલ્લા ઘણા સમયથી સંજય દત્ત તેની ફિલ્મોને બદલે લંગ કેન્સરને કારણે ચર્ચામાં હતો. સંજય તેની સારવાર કરાવ્યા પછી અને ઘરે પરત ફર્યો છે. આ દરમિયાન તેમની આગામી ફિલ્મ ‘તોરબાઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં સંજય દત્ત ફરી એકવાર તેના જૂના ધાંસૂ અંદાજમાં જોવા મળ્યો છે.

તોરબાઝનું ટ્રેલર રીલિઝ

‘તોરબાઝ’ એ અફઘાનિસ્તાન યુદ્ધમાં શરણાર્થી શિબિરમાં રહેતા બાળકોની વાર્તા છે. તેમની વચ્ચે એક વ્યક્તિ આવે છે જેણે આતંકવાદી હુમલામાં પોતાના લોકો ગુમાવ્યા છે. આ વ્યક્તિ આર્મીનો પૂર્વ ડોક્ટર છે અને આ બાળકોને શસ્ત્રોને બદલે ક્રિકેટની તાલીમ આપીને તેમના હાથમાં અને બેટ અને બોલ આપી દે છે. સમસ્યા એ છે કે વિસ્તારના આતંકવાદીઓ આ બાળકોને સુસાઇડ બોમ્બરો બનાવવા માંગે છે, જેની સામે સંજય દત્તનું પાત્ર આવીને ઉભું થાય છે.

ફિલ્મનું ટ્રેલર જુઓ

રિપોર્ટસની માનીએ તો સંજય દત્તની એક્શન-થ્રિલર ફિલ્મ તોરબાઝની સ્ટોરી અફઘાનિસ્તારનના ચાઇલ્ડ સુસાઇડ બોમ્બર્સની આસપાસ ફરે છે. આ ફિલ્મની શુટિંગ વર્ષ 2017મા કિર્ગિસ્તાનમાં શરૂ કરવામાં આવી હતી. જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પૂરી થઇ હતી.

આ ફિલ્મની રિલીઝિંગમાં થયેલા વિલંબ પર ડાયરેક્ટરનું કહેવુ છે કે તેના કેટલાક સીનને શૂટ કરવામાં સમય લાગ્યો જેના કારણે રિલીઝિંગમાં વિલંબ થયો. તેમણે કહ્યું કે, અમે જ્યારે અફઘાનિસ્તાનમાં હતાં ત્યારે શુટિંગ માટે યોગ્ય લોકેશન શોધવામાં અમને 6 મહિના લાગી ગયા. અમે સ્પેશિયલ ઇફેક્ટ્સની મદદથી આખુ કાબુલ સિટી જાતે બનાવ્યુ છે. અમે તેના કેટલાક સીન્સ કિર્ગીસ્તાનમાં શૂટ કર્યા. આ જ કારણે ફિલ્મને પૂરી થવામાં આટલો સમય લાગી ગયો.

ફિલ્મ ‘તોરબાઝ’માં સંજય દત્તની સાથે નરગિસ ફાખરી અને રાહુલ દેવ જેવા કલાકારો પણ છે. ગિરીશ મલિક દ્વારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે અને તે આવતા મહિને 11 ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

બહેનની બર્થ ડે પર આલિયા ભટ્ટે પહેરેલા ડ્રેસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!