GSTV
Home » News » પીએમ મોદીનું કિરદાર નિભાવવા માટે વિવેક ઓબેરોયે સાત જનમ લેવા પડશે, PM નરેન્દ્ર મોદી બાયોપિકનું Trailer Out

પીએમ મોદીનું કિરદાર નિભાવવા માટે વિવેક ઓબેરોયે સાત જનમ લેવા પડશે, PM નરેન્દ્ર મોદી બાયોપિકનું Trailer Out

બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોયની મુખ્ય ભુમિકાવાળી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ પાછલા ઘણાં સમયથી ચર્ચામાં છે. હવે આખરે આ ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. ઓનલાઇન રીલીઝ કરવામાં આવેલા આ ટ્રેલરમાં નરેન્દ્ર મોદીના જીવન પર વિસ્તારથી પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં મોદીના બાળપણથી લઇને વડાપ્રધાન બનવા સુધીનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે.

પીએમ મોદીના કિરદારમાં વિવેક ઓબેરોય ઝાંખો પડે છે. ફિલ્મમેકર ઓમંગ કુમારે ફિલ્મમાં પીએમ મોદીના જીવનના તમામ મહત્વના પાસાઓનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યો છે. ટ્રેલરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પત્રકાર પ્રશાંત નારાયણ ઝલક પણ જોવા મળ છે.

અંતે ટ્રેલર જોયા બાદ એવું જ લાગશે કે પીએમ નરેનદ્ર મોદીની બાયોપિકમાં તમને કંઇ નવું જાણવા કે જોવા નહી મળે. ફિલ્મમાં તે જ દર્શાવવામાં આવ્યું છે જેના વિશે તમે પહેલાંથી જ જાણો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક બની રહી છે. 4 જાન્યુઆરીના રોજ ફિલ્મ બનવાનું અનાઉન્સમેન્ટ થયું. 7 જાન્યુઆરીના રોજ મૂવીનું પ્રથમ પોસ્ટર ટ્વિટર પર રિલિઝ થયું હતું. ‘પીએમ નરેન્દ્ર મોદી’ ના આ પોસ્ટરને જોતા લોકો કહેતા હતા કે એવી ખબર નથી પડતી કે વિવેક ઓબરોય છે કે મોદી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે નરેન્દ્ર મોદી.

1975ની ઈમર્જન્સીના ગાળામાં છુપાવેશે રહેવા માટે નરેન્દ્ર મોદીએ દાઢી અને પાઘડીધારી પંજાબી વ્યક્તિનો વેશ ધારણ કરેલો. તે દરમિયાન મોદીનો લુક કંઇક આવો હતો.

મોદી 2 વર્ષ હિમાલયની ગુફાઓમાં સાધુની જેમ રહ્યા હતા, તે સમયે મોદી કંઇક આવા લાગતા હતા.

નરેન્દ્ર મોદીની ઓળખ બનેલાં થ્રીપીસ ચશ્માં અને એમના નામે જ પ્રચલિત થયેલો મોદી કુર્તાવાળો લુક.

જણાવી દઇએ કે  આ ફિલ્મ પહેલાં 12 એપ્રિલે રિલિઝ થવાની હતી પરંતુ નિર્માતાઓ તેની રીલીઝ ડેટ 5 એપ્રિલ કરી દીધી છે.

Read Also

Related posts

અશફાક નામ બદલી બન્યો હતો રોહિત સોલંકી, હિન્દુ નેતાની હત્યાએ આયોજનપૂર્વકનું ષડયંત્ર

Nilesh Jethva

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ થઈ શકે છે રદ, ખેલાડીઓએ લીધો આ નિર્ણય

pratik shah

દબંગ 3થી મિસેઝ ચુલબુલ પાંડેએ સ્વૈગની સાથે કરી વાપસી, સલમાન બોલ્યો- સ્વાગત તો કરો આમનું

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!