GSTV
Home » News » રિલીઝ થયું સારા-કાર્તિકની ફિલ્મ LoveAajKalનું Trailer, 14 ફેબ્રુઆરીએ ધમાલ મચાવવા તૈયાર

રિલીઝ થયું સારા-કાર્તિકની ફિલ્મ LoveAajKalનું Trailer, 14 ફેબ્રુઆરીએ ધમાલ મચાવવા તૈયાર

ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. કાર્તિક આર્યન અને સારા અલી ખાનની રોમેન્ટિક કેમેસ્ટ્રીન ટ્રેલરમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઈન્સ ડેના દિવસે રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર શાનદાર છે. અને તેન ફેન્સનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.  

મૂવીમાં સારા અને કાર્તિક ઉપરાંત રણદીપ હુડ્ડા અને આરૂષિ શર્મા પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ મુવી 2009માં આવેલી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર લવ આજ કલની સીક્વલ છે. તેનું નિર્દેશન પણ ઈમ્તિયાઝ અલીએ જ કર્યું હતું. રોમેન્ટિક કોમેડી ડ્રામાએ લોકોનું દીલ જીતી લીધી. ઈમ્તિયાઝ અલીએ લવ આજ કલના સીક્વલમાં ટાઈટલમાં બદલાવ નથી કર્યો.

ફિલ્મનું ટ્રેલર સારા અલી ખાન અને કાર્તિક આર્યનના જગડાથી થાય છે. લવ આજ કલમાં બે સમયની લવ સ્ટોરીને દર્શાવવામાં આવી છે. આરૂષિ શર્મા અને સારા અલી ખાન કાર્તિકની લવ લેડી બની છે. બન્ને એક્ટ્રેસ સાથે કાર્તિકનો લવ એન્ગલ અને લડાઈ ઝગડો જોવા મળે છે.

પ્રેમમાં પડેલા કાર્તિકની આરૂષિ સાથે જોડી તો પડદા પર ઠીક લાગે છે. પરંતુ સારા સાથે તેનો રોમાંસ ઓવર એક્ટિંગ જેવો લાગે છે. કહાણીમાં રોમાન્સનો તડકો ફન એન્ગલની સાથે નાખવામાં આવ્યો છે. લવ આજ કલ મોર્ડન અને ટિપિકલ લવ સ્ટોરી દેખાડી રહ્યું છે.

Read Also

Related posts

સમાજવાદી પાર્ટીના સાંસદ આજમ ખાં જશે જેલમાં, કોર્ટમાં કરી શરણાગતિ

Mayur

અતિવૃષ્ટિમાં ખેડૂતોને નુકસાન થયું તો સરકારે સહાય પેટે ઓછી રકમ ચૂકવી, ખાનગી કંપનીઓને લીલાલહેર

Mayur

ગુજરાતના સૌથી પ્રસિદ્ધ કલાકારની દિકરીના લગ્નમાં ભડાકો, મીસ ફાયર થતા ગોળી છૂટી અને એ વ્યક્તિને લાગી જે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!