GSTV
Home » News » ટ્રાયલ દરમ્યાન દિલ્હી મેટ્રોએ દુર્ઘટના સર્જી, જાનહાનિ નહીં

ટ્રાયલ દરમ્યાન દિલ્હી મેટ્રોએ દુર્ઘટના સર્જી, જાનહાનિ નહીં

નોએડાથી દક્ષિણ દિલ્હીને જોડનારી મજેન્ટા લાઇન મેટ્રો પર મંગળવારે ટ્રાયલ દરમિયાન દુર્ધટના સર્જાઈ. મેટ્રો કાલિંદી કુંજ ડિપો પાસે દીવાલ તોડીને બહાર નીકળી ગઈ. આ દિલ્હીની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે આ દુર્ધટના થઈ. મેટ્રોના સૂત્રોનું કહેવું છે કે, ટેકનિકલ ખરાબીના કારણે બ્રેક નહોતી લાગી શકી અને મેટ્રો દીવાલ તોડીને બહાર નીકળી ગઈ. મેટ્રોનું કહેવું છે કે, તેની તપાસ કરાવશે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)ના અધિકારીએ કહ્યું કે, મજેન્ટા લાઈન પર મેટ્રો ટ્રાયલ રન પર હતી. આ મેટ્રોનું વડાપ્રધાન મોદી 25 ડિસેમ્બરે ઉદ્ઘાટન કરવાના છે. મેટ્રોનો આગળનો ભાગ અને ડિપોના બાઉન્ડ્રીવૉલને નુકસાન થયું છે. આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ નથી. મેટ્રોએ એક નિવેદનમાં કહ્યું કે, મેટ્રોના બ્રેકને ચેક કરવામાં નહોતી આવી.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના 93માં જન્મદિવસ પર 25 ડિસેમ્બરે PM નરેન્દ્ર મોદી બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશનથી લીલીઝંડી આપીને આ લાઈનનો શુભારંભ કરવાના છે. 13 કિલોમીટર લાંબી આ મેટ્રો લાઈનના ઉદ્ધાટનમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સામેલ થાય તેવી સંભાવનાઓ છે.

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora

સુરક્ષા એજન્સીઓ પાસે રજેરજની માહિતી, ટ્રમ્પ 78 સીડી ચડશે અને 1350 મીટર વોક કરશે

Mayur

અનોખુ સ્વાગત : આ વ્યક્તિએ માથા ઉપર જય હિન્દ, છાતી અને પીઠ ઉપર લખાવ્યું નમસ્તે ટ્રમ્પ આપકા સ્વાગત હે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!