GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ટીવી જોવું થઈ શકે છે સસ્તુ, ટ્રાઇ બહાર પાડી શકે છે નવા દસ્તાવેજ

trai tv bills

ગ્રાહકોની સેવાઓને ધ્યાનમાં રાખી તેમને વધારે સેવાઓ આપવા ટેલીકૉમ રેગ્યુલેટર ટ્રાઇ (ટ્રાઇ) વારંવાર પોતાના નિયમોમાં બદલાવ કરતું રહે છે. હવે બહુ જલદી ટ્રાઇ એક મોટું પગલું લઈ શકે છે. જેમાં ગ્રાહકોને ઘણો ફાયદો થઈ શકે છે.

જો તમે પણ ટીવીના બિલથી કંટાળેલા હોય તો, હવે ચિંતા છોડી દો. ટ્રાઇ એક કંસલ્ટેશન દસ્તાવેજ બહાર પાડી રહ્યું છે. જેનાથી બિલ ઓછું આવશે અને ગ્રાહકોને ઘણો ફાયદો થશે.

આ સંદર્ભે ટ્રાઇના એક અધિકારીએ જણાવ્યું કે, કંસલ્ટેશન પેપર દ્વારા ટીવીનું બિલ ઘટાડી શકાય છે. અત્યારે આ અંગે વિચાર થઈ રહ્યો છે કે, ટેરિફ ઘટાડવા માટે શું કરી શકાય.

તાજેતરમાં જ એવું જાણવા મળ્યું છે કે, ભારતીય દૂરસંચાર નિયામલ પ્રાધિકરણ (ટ્રાઇ) એ એપ્સ પર પણ નિયંત્રણ મૂકશે, જે ટીવી ચેનલોનું લાઇવ સ્ટ્રીમિંગ કરે છે. આ એપ્સ ચલાવતી કંપનીઓએ પણ હવે ટ્રાઇ પાસેથી લાઇસેન્સ લેવું પડશે.

દેશમાં આ એપ્સ કરે છે ચેનલોનું સ્ટ્રિમિંગ
હોટસ્ટાર, એરટેલ ટીવી, જીયો ટીવી, સોની લિવ, એમએક્સ પ્લેયર, જી5 જેવી એપ્સ ઘણી ચેનલોનું લાઇવ સ્ટ્રિમિંગ કરે છે. હવે તેમણે પણ બ્રોડકાસ્ટિંગ કંપનીઓની જેમ લાઇસેન્સ લેવું પડશે.

મફતમાં થાય છે સ્ટ્રિમિંગ
અત્યારે આ મોબાઇલ એપ્સ પર ટીવી ચેનલોનું સ્ટ્રિમિંગ મફતમાં થાય છે. આ એપ્સ પર ટ્રાઇનું કોઇ નિયંત્રણ નથી. ટ્રાઇનું કહેવું છે કે, તેણે બ્રોડકાસ્ટિંગ કંપનીને લાઇસેન્સ આપેલું છે કે, તેઓ પોતાનું કંટેન્ટ કેબલ ઓપરેટર કે ડીટીએચ કંપનીઓને આપે. પરંતુ મોબાઇલ એપ્સ જેવી ત્રીજી પાર્ટી જો ચેનલોને મફતમાં બતાવે છે તો તે ખોટું છે. માટે હવે મોબાઇલ એપ્સે પણ લાઇસેન્સ લેવું પડશે.

જુલાઇ-ઑગષ્ટમાં લાવશે ડ્રાફ્ટ
ટ્રાઇ જુલાઇ-ઑગષ્ટમાં એક ડ્રાફ્ટ લાવશે, જેમાં લોકોનાં મંતવ્યો માંગવામાં આવશે. જોકે મોબાઇલ એપ ચલાવતી કંપનીઓનું કહેવું છે કે, ટ્રાઇ પાસે આમ કરવાનો કોઇ અધિકાર નથી. આવી એપ્સ આઈટી એક્ટ અંતર્ગત આવે છે. જેનાથી આ કંપનીઓ પર ઘણી નકારાત્મક અસર પડશે.

તમારા પર પણ પડશે અસર
જો ટ્રાઇ આ મોબાઇલ એપ્સને પણ લાઇસેન્સ સીમા નીચે લાવશે તો, લોકો એપ્સ પર કોઇપણ ચેનલ ફ્રીમાં નહીં જોઇ શાકે. દરેક એપ માટે તમારે પૈસા આપવા પડશે, જે ઘણું મોંઘુ થઈ જશે. ટ્રાઇએ પહેલાં જ ટીવી જોવું તો મોંઘુ કરી જ દીધું છે. ટ્રાઇના આ પગલાથી લોકોનું મોબાઇલ પર ટીવી જોવાનું પણ બંધ થઈ જશે. અત્યારે મોટાં શહેરોમાં લોકો મોબાઇલ એપ પર ટીવી જોવાનું પસંદ કરે છે.

Related posts

‘તારક મેહતા’ ફેમ બાઘો એક્ટિંગ પહેલા કરતા હતા આ કામ, જાણો કેટલી હતી તેમની કમાણી

Ankita Trada

100 કિમીની ઝડપે ગાડી ચલાવતો હતો યુવક, અચાનક બ્રેક પાસે ખતરનાક સાંપને જોયો અને પછી જે થયું…

Pravin Makwana

નેપાળ પણ ચીનના રસ્તે, લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાખવાની આપી ધમકી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!