GSTV
Gujarat Government Advertisement

TRAI બદલશે MNPનો આ મહત્વનો નિયમ, હવે પોર્ટીબ્લિટી માટે નહીં જોવી પડે રાહ

Last Updated on February 24, 2019 by Arohi

ટ્રાઇએ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરને બદલવા માટે લાગતી ફીની સમીક્ષા શરુ કરી છે. આ સમીક્ષા MNPનાં હાલના નિયમ અને પ્રોસેસમાં કરવામાં આવેલ ફેરફારને કારણે કરવામાં આવી રહી છે. TRAIએ એક પરામર્શ પત્ર બહાર પાડીને કંપનીઓને પૂછ્યું છે કે હાલ પ્રતિપોર્ટ 4 રૂપિયા ફી રાખવામાં આવે કે નવી ફોર્મ્યુલા બનાવવામાં આવે. MNPની ફી નવા સર્વિસ પ્રોવાઈડર જુના સર્વિસ પ્રોવાઇડરને કરે છે.

ઉલ્લેખનીય છે કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ટ્રાઈ તરફથી MNPને બંધ કરવાનો દાવો કરાયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રાઈ તરફથી MNPને 31 માર્ચ 2019 બાદ બંધ કરી દેવામાં આવશે એટલે કે આ તારીખ બાદ તમે સર્વિસ પ્રોવાઈડરોને નહીં બદલી શકો. જો કે આ રિપોર્ટ ફગાવી દેવામાં આવ્યા હતાં. ટ્રાઇએ ડિસેમ્બર 2018ના જ MNP નિયમોને હળવા બનાવ્યાં હતા.

અગાઉ રિકવેસ્ટ કર્યાના અઠવાડિયા સુધી નંબર પોર્ટ થતો નહોતો જે હવે બે દિવસમાં થઇ જાય છે. જાન્યુઆરી 2018માં ટ્રાઈએ MNPનો ચાર્જ 19 રૂપિયાથી ઘટાડીને 4 રૂપિયા કરી દીધો હતો જેને કારણે કંપનીઓને MNPમાં નુકશાન સહન કરવું પડ્યું હતું. આ કંપનીઓની આવકનો સ્ત્રોત ફક્ત આ ચાર્જ છે. 2017માં રિલાયન્સ જીઓની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી બાદ માસિક આધાર પર MNPની રિકવેસ્ટમાં ચાર ગણો વધારો નોંધાયો હતો.

રિલાયનસ કોમ્યુનિકેશન, ટાટા ટેલિસર્વિસ, એરસેલ અને ટેલિનોર ઇન્ડિયા બંધ થવાને કારણે તેમનાં ગ્રાહકોએ પણ MNP દ્વારા પોતાના સર્વિસ પ્રોવાઇડર બદલ્યા છે. ટેલિકોમ સેક્ટરનની દિગ્ગ્જ કંપનીઓ ભરતી એરટેલ, આઈડિયા – વોડાફોન માટે પોતાનાં ગ્રાહકો રોકી રાખવા અને નવા ગ્રાહકો મેળવવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. આ સ્થિતમાં કંપનીઓએ ટેરિફ ચાર્જ ઘટાડી તેમજ નવી આકર્ષક ઓફર લાવીને ગ્રાહકોને સાચવી રાખવાની કોશિશ થઇ રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!