GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

લૉકડાઉન ઇફેક્ટ: વધી જશે તમારા પ્રીપેડ પ્લાનની વેલીડીટી, TRAIએ ટેલિકોમ કંપનીઓને લખ્યો પત્ર

કૉલિંગ

ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરે (TRAI) ટેલીકોમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વેલીડીટી વધારવા કહ્યું છે, TRAIએ આમ કોરોના વાયરસ લૉક ડાઉનના કારણે કર્યુ છે. TRAIએ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને કહ્યું છે કે તે પોતાના પ્રીપેડ કસ્ટમર્સની વેલીડીટી વધારે જેથી આ નેશનલ લૉકડાઉનમાં તેમને કોઇ પરેશાની ન થાય.

એક રિપોર્ટ અનુસાર 29 માર્ચે TRAIએ આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે. આ પત્રમાં કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તમામ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી વધારવા માટે જરૂરી પગલા લે.

trai

TRAIએ પત્રમાં શું લખ્યું

આ સાથે જ TRAIએ આ તમામ કંપનીઓ પાસે જાણકારી પણ માગી છે કે નેશનલ લોકડાઉન દરમિયાન કસ્ટમર્સને કોઇ અડચણ વિના સર્વિસ ચાલુ રાખવા માટે કંપનીઓ કયા કયા પગલા લઇ શકે. રિપોર્ટ અનુસાર TRAIએ કહ્યું કે, ટેલિકમ્યુનિકેશનને એસેંશિયલ સર્વિસ માનતા આ લૉકડાઉનથી અલગ રાખવામાં આવ્યુ છે અને તેને બંધ નથી કરવામાં આવ્યુ.

જણાવી દઇએ કે આ કંપનીઓના ટોટલ કસ્ટમર્સનનો વધુ હિસ્સો પ્રીપેડ યુઝર્સ છે. તેવી સ્થિતિમાં પ્રીપેડ યુઝર્સની વેલીડીટી વધારવાનું કહેવામાં આવ્યું છે. TRAIએ કહ્યું કે જો લૉકડાઉનથી ટેલીકોમને અલગ રાખવાનો હેતુ એ પણ છે કે આ કંપનીઓની કસ્ટમર સર્વિસ અને પોઇન્ટ ઑફ સેલ લોકેશન પ્રભાવિત ન થાય.

trai

TRAIના આ પત્ર પર હાલ કોઇનું નિવેદન નથી આવ્યું અને ન તો કોઇ કંપનીએ પોતાના પ્રીપેડ યુઝર્સ માટે અત્યાર સુધી વેલીડીટી વધારવાની ઘોષણા કરી છે. આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં આ કંપનીઓ પ્રીપેડ યુઝર્સ માટે વેલીડીટી એક્સટેંડ કરવાની ઘોષણા કરશે.

કોરોના વાયરસ આઉટબ્રેકને ધ્યાનમાં લેતા ભારત સરકારે દેશભરમાં 21 દિવસો સુધી લોકડાઉન કર્યુ છે. આવી સ્થિતિમાં જો કંપનીઓ પોતાના તમામ પ્રીપેડ યુઝર્સ માટે પ્લાન એક્સટેંડ કરે તો આ યુઝર્સ માટે મોટી ખુશખબર હશે.  

Read Also

Related posts

સુરત: રિંગ રોડની ટેકસ્ટાઈલ્સ માર્કેટ ફરી ધમધમતું થયું, છેલ્લા અઢી મહિનાથી બંધ પડેલા ઉદ્યોગને કરોડોનું નુકશાન

pratik shah

ગાંધીનગર: સચિવાલયની કચેરીઓ ધમધમતી થઈ, મંત્રીઓએ સ્વર્ણિમ સંકુલમાં કાર્યભાર સંભાળ્યો

pratik shah

WhatsApp હવે એકસાથે 50 લોકો કરી શકે છે Video Call, જાણો સરળ રીત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!