GSTV
Home » News » હવે DTH ધારકોની સરળતા માટે TRAI આપવા જઈ રહી છે આ નવી સર્વીસ

હવે DTH ધારકોની સરળતા માટે TRAI આપવા જઈ રહી છે આ નવી સર્વીસ

નવી ટેરિફ પોલિસી આવવાથી દેશમાં મનપસંદ ટીવી ચેનલો જોવા માટે લોકોને ઘણા પૈસા ખર્ચ કરવા પડે છે. આ જ કારણ છે કે મોટી સંખ્યામાં લોકો આનાથી ખુશ નથી. હવે ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) ભારતીય પ્રસારણ ઉદ્યોગને સુલભ અને પારદર્શક બનાવવાના હેતુથી અનેક ફેરફારો કરવા જઈ રહી છે. આ ફેરફારોના ભાગ રૂપે, ટ્રાઇ ગ્રાહકોને સેટ-ટોપ બોક્સ પોર્ટેબિલિટી પ્રદાન કરવાનું વિચારી રહી છે. જે અંતર્ગત એરટેલ ડીટીએચ, ટાટા સ્કાય, સન ડાયરેક્ટ ડીટીએચ, ડીશ ટીવી, વીડિયોકોન ડીટીએચ વગેરે જેવી ડીટીએચ સેવાઓ એકબીજા સાથે જોડાઈ શકે છે.

તમને જણાવી દઇએ કે જો કોઈ વ્યક્તિ તેના ડીટીએચ સેટ-ટોપ બોક્સથી ખુશ ન હોય તો તેણે એક નવું સેટ-ટોપ બોક્સ લગાવવું પડશે, જેનાથી તેના પૈસા ખર્ચ થાય છે અને મુશ્કેલી પણ વેઠવી પડે છે. એક અહેવાલ મુજબ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) સેટ-ટોપ બોક્સ પોર્ટેબિલીટીની સુવિધા આપવાની યોજના પર કામ કરી રહી છે. યોજનાના અમલ પછી, લોકો સેટ-ટોપ બોક્સને બદલ્યા વિના તેમના ડીટીએચ કનેક્શનને બદલવા માટે સક્ષમ હશે.

જો કે હાલમાં આ યોજના પર વિચારણા ચાલી રહી છે પરંતુ અપેક્ષા રાખવામાં આવે છે કે 2019 ના અંત સુધીમાં ટ્રાઇ તેની યોજનાનો અમલ કરશે. ટ્રાઇના અધ્યક્ષ આર.એસ.શર્મા કહે છે કે નિયમનકારી સંસ્થા છેલ્લા 2 વર્ષથી યોજના પર કામ કરી રહી છે અને હવે આ યોજના ટૂંક સમયમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva

Video: નચ બલિયેના સેટ પર મનીષ પૉલે કરી એવી હરકત, શૉ છોડીને ચાલી ગઇ રવિના ટંડન

Bansari

વિનેશ ફોગાટનું વર્લ્ડ ચેમ્પિયનનું સપનું તૂટ્યું, ધમાકેદાર શરૂઆત પછી પ્રી ક્વાર્ટરફાઈનલમાં મળી નિરાશા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!