GSTV
Gujarat Government Advertisement

DTH માટે TRAIનો આ છે નવો પ્લાન, તમારા માટે જાણવું છે જરૂરી

ટ્રાઇએ તાજેતરમાં જ DTH માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. તેના માટે બે વાર અંતિમ તારીખ બદલવામાં આવી છે. આખરે 1 ફેબ્રુઆરીથી તેને લાગુ કરી દેવામાં આવી. અત્યાર સુધી ઘણાં લોકો આ નવી ગાઇડલાઇનને લઇને મુંઝવણમાં છે. સોશિયલ મીડિયા પર લોકો નવા નિયમને લઇને સતત ફરિયાદ કરી રહ્યાં છે. તેમાંથી ઘણાં લોકોનું કહેવું છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઑફ ઇન્ડિયાના નવા નિયમથી ટીવીનું બિલ વધી ગયું છે.

જો કે ટ્રાઇએ દાવો કર્યો છે કે તેનાથી બિલ ઓછુ  થશે અને લોકોને ચેનલ પસંદ કરવાની આઝાદી મળશે. તે બાદ હવે ટ્રાઇને નવા નિયમને લગતી કેટલીક જાણકારી શેર કરી છે રેગ્યુલેટરે ડીટીએચ અને કેબલ ઓપરેટર્સને કેટલીક નવી ભલામણ પણ કરી છે જેનાથી તે બાકીના સબસ્ક્રાઇબર્સને નવા રેગ્યુલેશન હેઠળ લાવી શકે.

તેમાંથી એક બેસ્ટ ફિટ પ્લાન છે. આ પ્લાન લાવવાનો આશય તે યુઝર્સને આ નવા નિયમ હેઠળ લાવવાનો છે જેણે અત્યાર સુધી આ નવા પ્લાનને નથી સ્વીકાર્યો. બેસ્ટ ફિટ પ્લાન સાથે સંબંધિત ઘણી બાબતો અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

શું છે બેસ્ટ ફિટ પ્લાન

ટ્રાઇની પ્રેસ રિલિઝ અનુસાર, બેસ્ટ ફિટ પ્લાન કસ્ટમર્સની ભાષા અને યુસેઝ પેટર્ન પર આધારિત છે. ડીપીઓ તે સુનિશ્વિત કરે કે તેના અંતર્ગત તૈયાર કરવામાં આવેલા પ્લાન સબસ્ક્રાઇબરનો હાલનો પ્લાન મોંઘો ન થાય. સરળ શબ્દોમાં કહીએ તો બેસ્ટ ફિટ પ્લાન એક પ્રકારનું કસ્ટમાઇઝ્ડ ચેનલ પેક છે જેને ડીટીએચ અને કેબલ ઓપરેટર્સ તૈયાર કરશે. પરંતુ તેમાંથી ફક્ત તે જ ચેનલ્સ હશે જે સબસ્ક્રાઇબરની પસંદની હશે. આ પ્લાન કન્ઝ્યુમરના હાલના બિલ કરતાં મોંઘો ન હોવો જોઇએ.

બેસ્ટ ફિટ પ્લાન માટે કોણ યોગ્ય હશે

આ પ્લાન માટે તે જ યોગ્ય હશે તેણે 1 ફેબ્રુઆરીથી નવા ડીટીએચ ગાઇડલાઇન્સ પ્રમાણે સ્વિચ નહી કર્યુ હોય. આ પ્લાન ફક્ત સર્વિસ પ્રોવાઇડર તરફથી આપવામાં આવ્યો છે.

બેસ્ટ ફિટ પ્લાનના સ્પેશિયલ ફિચર્સ

આ પ્લાન સબસ્ક્રાઇબરના પ્રેફરન્સના આધાર પર આપવામાં આવશે. જો તમે હિન્દી અને ઇંગ્લિશ ચેનલ પ્રેફર કરતાં હોય તો સર્વિસ પ્રોવાઇડર તમને તે જ ભાષાની ચેનલ્સ આપશે. આ પ્લાનનું બિલ તમારા હાલના ટીવી બિલ કરતાં ઓછુ અથવા તેના જેટલું જ આવશે.

જો તમે બેસ્ટ ફિટ પ્લાન પસંદ ન કરો તો ટ્રાઇ અનુસાર તે આપમેળે જ લાગુ થઇ જશે. તેના માટે 31 માર્ચ સુધીની ડેડલાઇન આપવામાં આવી છે. કસ્ટમર્સનો જૂનો પ્લાન યથાવત જ રહેશે જ્યાં સુધી સબસ્ક્રાઇબર બેસ્ટ ફિટ પ્લાનમાં ન જોડાય.

Read Also

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!