GSTV
Home » News » વિદેશમાં રહેતાં સંબંધી સાથે મન મૂકીને કરો વાતો, સરકાર શરૂ કરશે નવો નિયમ

વિદેશમાં રહેતાં સંબંધી સાથે મન મૂકીને કરો વાતો, સરકાર શરૂ કરશે નવો નિયમ

ટેલિકોમ નિયમનકાર ટ્રાઈ દ્વારા વિદેશ જતા સબ્સ્ક્રાઇબર્સ માટે રોમિંગ ચાર્જમાં ઘટાડો કરવા માટે અન્ય દેશના સમાન સત્તાવાળાઓ સાથે ચર્ચા-વિચારણા હાથ ધરી છે. અન્ય દેશોમાં કંપનીઓ દ્વારા જે રોમિંગ ચાર્જ વસૂલવામાં આવે છે તેમાં ઘટાડો કરવા માટે TRAIએ SAARC દેશો(પાકિસ્તાન સિવાય) સાથે વાટાઘાટ કરવાનું શરૂ કર્યું છે.

જો TRAIએ હાથ ધરેલા પ્રયાસો સફળ થાય તો, ઇન્ટરનેશનલ રોમિંગના ચાર્જ ઘટવાની સંભાવના છે. ટ્રાઈના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, નેપાળના રોમિંગ ચાર્જ તો બ્રિટન જેટલા ઊંચા છે. અને તે માટે અમે આ દેશોના નિયમનકારોની દલીલ સાંભળી છે, આ ઉપરાંત અમે આ મહિને આંતરિક સમીક્ષા માટે બેઠક યોજવાના છીએ.

ટ્રાઇને લાગે છે કે, તે પડોશી દેશો સાથે દ્ધિપક્ષીય વાટાઘાટો દ્વારા ટેરિફ ઘટાડવા માટે રાજી કરી શકે છે. આથી તે અન્ય દેશો સાથે જેવા કે, યુરોપ, આફ્રિકા અને લેટિન અમેરિકા, જ્યાં ટેરિફનો દર ભારત કરતાં ખૂબ વધારે છે. આવા દેશો સાથે પરસ્પર વાટાઘાટ કરી ટેરિફ ઘટાડવા માટે ચર્ચા કરી શકાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ અને અફઘાનિસ્તાન સહિતના દેશો સાથે થયેલી મંત્રણા અત્યાર સુધી તો પોઝિટિવ રહી છે. હવે તેનાં પરિણામ શું આવે છે તેના પર સૌની નજર છે. ભારતના કેટલાક પાડોશી દેશોના રોમિંગ ચાર્જ તો બ્રિટન, અમેરિકા અને કેનેડા કરતાં પણ ‌વધારે છે.

Read Also

Related posts

જો તમારા ફોનમાં આ એપ છે તો તમારૂ બેન્ક અકાઉન્ટ થઈ શકે છે ખાલી, માર્કેટમાં આવ્યો છે નવો વાઈરસ 

Kaushik Bavishi

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!