GSTV
Home » News » બંધ નહી થાય તમારુ TV, આ તારીખ સુધીમાં સિલેક્ટ કરી લો તમારી મનપસંદ ચેનલ્સ

બંધ નહી થાય તમારુ TV, આ તારીખ સુધીમાં સિલેક્ટ કરી લો તમારી મનપસંદ ચેનલ્સ

ટીવી જોનારા લોકો માટે સારા સમાચાર છે. ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાએ) 31 જાન્યુઆરી સુધી મનપસંદ ચેનલો પસંદ કરવા માટેની સમયમર્યાદા વધારી છે. પહેલાં આ ડેડલાઇન 29 ડિસેમ્બર હતી. બ્રોડકાસ્ટર્સ અને ડીટીએચ ઓપરેટર્સની અપીલ બાદ 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ટ્રાઇના સચિવ એસ કે ગુપ્તાએ જણાવ્યું કે, અમે ગુરુવારે પ્રસારકો, ડીટીએચ ઓપરેટરો અને મલ્ટી સિસ્ટમ ઓપરેટરો સાથે એક બેઠક કરી. તમામ નવા નિયમો લાગુ કરવાને સમર્થન આર્યુ. જો કે તેમણે વિનંતી કરી કે ગ્રાહકોને થોડો વધુ સમય આપવામાં આવે જેથી તેઓ સરળતાથી સેવા માટે વિકલ્પ પસંદ કરી શકે.

નવા નિયમ શું છે


ટ્રાઇના નિયમો અનુસાર દર્શકોએ ફ્રી-ટુ-એર (એફટીએ) ચેનલો જોવા માટે પૈસા ખર્ચ કરવા પડશે. નવા નિયમો અનુસાર, ગ્રાહકોને તેમની બધી મનપસંદ ચેનલો ફક્ત એમઆરપી પર જ ખરીદવાની રહેશે. નવા નિયમો ડીટીએચ, કેબલ અને પ્રસારણકર્તાને લાગુ પડશે.


બંધ નહી થાય તમારું ટીવી


તે પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે તમારી ટેલિવિઝન સેવા બંધ કરવામાં આવશે. પરંતુ ટ્રાઇએ આ વાત નકારી કાઢી છે. ભૂતકાળમાં, ટ્રાઇએ જણાવ્યું હતું કે બ્રોડકાસ્ટિંગ અને કેબલ સેવા માટે નવા નિયમનકારી માળખાના અમલીકરણથી ટેલિવિઝન સેવામાં વિક્ષેપ આવશે નહીં. હવે ટ્રાઇએ ગ્રાહકોને 31 જાન્યુઆરી સુધીમાં તેમની મનપસંદ ચેનલો પસંદ કરવાની તક આપી છે.


ફ્રી ચેનલો માટે પણ આપવા પડશે પૈસા


કેબલ કે ડીટીએચ દ્વારા અત્યાર સુધી તમને આશરે 100 ચેનલો ફ્રી જોવા મળતી હતી. આ તે ચેનલો છે જે તમને પેકેજ સાથે મળે છે અને જેના માટે તમારે કોઇ પૈસા આપવાના નથી. પરંતુ એક જાન્યુઆરી બાદ ટ્રાઇના નવા નિયમ લાગુ થશે તો તમારે 130 રૂપિયા આપવા પડશે.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!