TV ચેનલ પસંદ કરવા બાબતે TRAIએ લીધો છે મોટો નિર્ણય, વાંચી લો ફાયદામાં રહેશો

Dish TV offer

ડીટીએચ અને કેબલ યુઝર્સની વધતી મઉશ્કેલીઓને ધ્યાનમાં લેતાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ગ્રાહકોને ટીવી ચેનલ પસંદ કરવા માટેની ડેડલાઇન વધારી દીધી છે. સબ્સક્રાઇબર્સ હવે 31 માર્ચ 2019 સુધી પોતાના જુના પ્લાનના યથાવત્ રાખી શકે છે. આ પહેલા ટીવી ચેનલ પસંદ કરવાની ડેડલાઈન 29 ડિસેમ્બર હતી. જે પછી 31 જાન્યુઆરી કરવામાં આવી હતી.

આ છે નવો નિયમ

1 ફેબ્રુઆરીથી TRAIનો નવો નિયમ લાગુ થયો હતો. જેમાં ગ્રાહક પોતાની મનપસંદ ચેનલ જોઈ શકાશે અને તેને ફક્ત આ ચેનલોના જ પૈસા આપવાના રહેશે. ટ્રાઇએ કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે લાગુ થઈ રહેલા નવા નિયમમાં કહ્યું છે કે તે ગ્રાહકો ઉપર ટીવી ચેનલ થોપી શકે નહીં. ગ્રાહકો પાસે ટીવી ચેનલ પસંદ કરવાની આઝાદી હોવી જોઈએ.

આ માટે બધા બ્રોડકાસ્ટર્સને પોતાના ચેનલને બુકેના રુપમાં ઉપલબ્ધ કરાવવા પડશે. જેથી ગ્રાહકો પોતાની પસંદ પ્રમાણે ચેનલ પસંદ કરી શકે છે. ટીવી સ્ક્રિન ઉપર દરેક ચેનલની કિંમત લખેલી હશે.

ટ્રાયે મનગમતી ચેનલ પસંદ કરવા માટે એક વેબ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. આ એપ દ્વારા તમે કેબલ અને ડીટીએસ ઓપરેર્ટ્સ દ્વારા આપવામાં આવેલા પેક્સ અને તેની કિંમતોનો અંદાજો લગાવી શકાય છે.

ટ્રાઇના આ એપની મદદથી ઉપભોક્તા તેમની પસંદની ચેનલના બિલનું પ્રિન્ટ પણ નીકાળી શકે છે. આ પ્રિન્ટને તેમના કેબલ કે ડીટીએસ ઓપરેટ્સને આપી શકે છે. તેવામાં ગ્રાહકોએ હવે જલ્દી જ તેમની પસંદગીની ચેનલ નક્કી કરવી પડશે. ટ્રાઇના મતે 17 કરોડમાંથી 9 કરોડ કેબલ ટીવી અને DTH ગ્રાહકોએ પોતાની પસંદની ચેનલ પંસદ કરી લીધી છે.

જણાવી દઇએ કે ડીટીએચ અને કેબલ ટીવી યુઝર્સ માટે ટ્રાઇએ હેલ્પલાઇન પણ શરૂ કરી છે. કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તમે  011-23237922 અથવા 011-23220209 પર ફોન કરીને મદદ લઇ શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter