GSTV

1 ફેબ્રુઆરીથી બદલાશે TV જોવાના આ નિયમો, જાણી લો ફાયદામાં રહેશો

Dish TV offer

ટેલિકોમ રેગ્યુલેટર ઓશોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે TRAI  નવા નિયમ લાવ્યું છે જે એક ફેબ્રુઆરીથી લાગુ થશે. આ નિયમ હેઠળ, ગ્રાહક માત્ર પોતાની પસંદગીની ટીવી ચેનલ દેખી શકશે, અને તેમણે માત્ર તે ચેનલના જ પૈસા આપવાના રહેશે. ભારતીય દૂરસંચાર નિયમક પ્રાધિકરણે તમામ કંપનીઓને આની માટે 31 જાન્યુઆરી સુધીનો જ સમય આપ્યો છે. ગ્રાહકોએ 31 જાન્યુઆરી પહેલા સ્પેશ્યલ પેક સિલેક્ટ કરવાનું રહેશે. આવું નહી કરવા પર કંપની બેઝિક પેક એક્ટિવ કરી દેશે. બેસઝિક પેક માટે ગ્રાહકોએ 130 રૂપિયા સાથે જીએસટી આપવાનો રહેશે. એટલે કે ગ્રાહકે 150 રૂપિયા આપવાના રહેશે, જેમાં તમને 100 ફ્રી ચેનલ્સ જોવા મળશે.

એક ફેબ્રુઆરીથી લાગુ થશે આ નિયમ

જે ચેનલ જુઓ તેના જ પૈસા આપો. વર્ષો પહેલા ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ અપનાવવા માટે પ્રેરિત કરતા સમયે આ વાત દર્શકોને કરવામાં આવી હતી, પરંતુ એન્ટરટેનમેન્ટ, કિડ્સ, નોલેજ, સ્પોર્ટ્સ જેવી ચેનલ્સ જોવા માટે પેક્સ પસંદ કર્યા બાદ કો માટે આ પહેલા કરતા પમ મોંઘુ સાબિત થઈ ગયું. જેથી TRAI નવો નિયમ લઈને આવી. તમામ મલ્ટી સર્વિસ ઓપરેટર્સ અને લોકલ કેબલ ઓપરેટર્સને 29 ડિસેમ્બરથી નવું ટેરિફ સિસ્ટમ લાગુ કરવાનું રહેશે. TRAI તરફથી કહેવામાં આવ્યું છે કે, નવા સિસ્ટમમાં ગ્રાહકો પર ટીવી ચેનલ્સ થોપી નહી શકાય, પરંતુ તેમને માત્ર તે જ ટીવી ચેનલ્સ પસંદ કરવાની આઝાદી હશે, જેને તે જોવા માંગે છે. કોઈ પણ ડીસ્ટ્રીબ્યુટર્સ બ્રોડકાસ્ટર તરફથી નક્કી કરેલી કિંમતથી વધારે નહી લઈ શકે.

આ ચેનલ્સ માટે નહી ચૂકવવા પડે પૈસા


TRAIએ તમામ ઓપરેટર્સને કહ્યું છે કે, ગ્રાહકને ફ્રી ટૂ એયર ચેનલ પૂરી રીતે મફતમાં દેખાડવાની રહેશે. તેની માટે ગ્રાહક પાસેથી કોઈ પૈસા ચાર્જ નહી લઈ શકાય. જોકે, તમામ એફટીએ ચેનલ આપવી ફરજીયાત નથી, તે ગ્રાહકો પર નિર્ભર કરે છે કે, તે કઈ ચેનલ્સ પસંદ કરે છે. દૂરદર્શનની તમામ ચેનલ્સ દેખાડવી ફરજીયાત છે.


દર મહિને થશે આટલો ખર્ચ


ગ્રાહકોએ દર મહિને 100 ચેનલ્સ માટે 130+જીએસટી એટલે કે 150 રૂપિયા આપવાના રહેશે. જો તમે 100 ચેનલ્સ કરતા વધારે ચેનલ્સ જોવા માંગો છો તો, અગામી 25 ચેનલ્સ માટે 20 રૂપિયા વદારાના આપવાના રહેશે. આ સિવાય તમે જે પે ચનલ્સ પસંદ કરશો તેના વધારાના પૈસા તમારે અલગથી ચુકવવાના રહેશે. મોટાભાગની ચેનલ્સની રકમ 1 રૂપિયાથી લઈ 19 રૂપિયા છે. હવે તમારે કઈ ચેનલ્સ જોવી છે. તે તમારા પર નિર્ભર છે. TRAIએ કહ્યું કે, મોટાભાગના લોકો 40 અથવા તેનાથી ઓછી ચેનલ્સ મોટાભાગે જોતા હોય છે. જો કોઈ પરિવાર સાવધાનીથી પોતાની આવશ્યકતા પ્રમાણે ચેનલ્સની પસંદગી કરે તો હાલમાં ચાલતી કિંમત કરતા ઓછો ખર્ચ થશે.

130 રૂપિયામાં 100 ચેનલ્સ

130 રૂપિયામાં તમે પસંદગીની FTA ચેનલ્સ પસંદ કરી શકો છો, પરંતુ પે-ચેનલ્સ માટે તમારે વધારાનો ખર્ચ કરવો પઢશે. તમારે જો માત્ર 100 ફ્રી ટુ એયર ચેનલ્સ જ જોવી છે તો માત્ર 150 રૂપિયા જ આપવાના રહેશે. 100થી વધારે અન્ય 25 ચેનલ્સ માટે 20 રૂપિયા એકસ્ટ્રા આપવાના રહેશે.

આ રીતે પસંદ કરો ચેનલ્સ
તમામ કેબલ અને ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર્સને કહેવામાં આવ્યું છે કે, તે ગ્રાહકોને વેબસાઈટ દ્વારા ચેનલ્સ પસંદ કરવાનું અને ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવે. વેબસાઈટ પર ચેનલોનું લિસ્ટ કિંમત સાથે ઉપલબ્ધ હશે. આ સિવાય કોલ સેન્ટર દ્વારા પણ ગ્રાહક ચેનલ પસંદ કરી શકે છે.

અહીં જુઓ ચેનલનું લિસ્ટ

ટ્રાઈના નિર્દેશ અનુસાર, તમામ ડીટીએચ કંપનીઓએ ગ્રાહકો માટે પોતાની વેબસાઈટ પર પ્રાઈજ લિસ્ટ મુકી દીધુ છે. તમે તમારી ડીટીએચ કંપનીની વેબસાઈટ પર અથવા એપ પર જઈ કોમ્બો અથવા અલગ અલગ ચેનલ્સ પસંદ કરી શકો છો. ગ્રાહકો ટ્રાઈની વેબસાઈટ પર પણ પ્રાઈઝ જોઈ શકો છો. ટ્રાઈની વેબસાઈટ પર 342 ચેનલ્સનું પ્રાઈઝ લિસ્ટ આપવામાં આવ્યું છે.

Read Also

Related posts

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari

15 વર્ષથી વધુ ઉમરથી વધુની પત્ની સાથે સબંધ બનાવવું દુષ્કર્મ નથી, હાઇકોર્ટનો મોટો ચુકાદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!