GSTV
Gujarat Government Advertisement

હજુ સુધી ટીવી ચેનલ્સ સિલેક્ટ નથી કરી? તો હવે આનાથી જ કામ ચલાવવુ પડશે

d2h

Last Updated on April 1, 2019 by Bansari

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇએ પાછલા દિવસોમાં ડીટીએચ ઓપરેટર્સ માટે નવા નિયમ જારી કર્યા હતાં. જેના અંતર્ગત તમામ કસ્ટમર્સ તેને ટેલિવિઝન સબ્સ્ક્રીપ્શન પેક પસંદ કરવાનો ઓપ્શન આપવાની સાથે નક્કી કરવામાં આવ્યું છે કે કસ્ટમર્સ જે ચેનલ્સ જુએ તેના જ પૈસા ચુકવે. પહેલાની જેમ હવે કંપનીઓ સબસ્ક્રાઇબર્સનું પેક ડિસાઇડ ન કરે તેથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં છે. તેના માટે 31 માર્ચ સુધીની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી અને અત્યાર સુધી પોતાનું પેક નક્કી ન કરનારાઓ માટે બેસ્ટ ફિટ પ્લાન આવી ગયો છે.

ટ્રાઇના નવા નિયમ 1 ફેબ્રુઆરીએ આવ્યા હતાં જે બાદ કસ્ટમર્સે પોતાની પસંદનું પેક તૈયાર કરવા અને ચેનલ્સની પસંદગી માટે 31 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે આ ડેડલાઇન પસાર થઇ ચુકી છે. તેવામાં જેમણે કોઇ પેક તૈયાર નથી કર્યો તે કસ્ટમર્સને બેસ્ટ ફિટ પ્લાન પર મૂવ કરવામાં આવશે.

ટ્રાઇએ ગત એક મહિનામાં ડીટીએચ અને કેબલ યુઝર્સને ઓફિશિયલ વેબસાઇટ પર જઇને તેમની પસંદની ચેનલ પસંદ કરતાં પેક તૈયાર કરવા કહ્યું હતું. તેમાં યુઝર્સ 130 રૂપિયા નેટવર્ક કેપેસિટી ફી પર 100 ચેનલ્સ જોઇ શકશે. તેના પર 18 ટકા જીએસટી સાથે 153 રૂપિયા થાય છે.

ટ્રાઇએ જણાવ્યું છે કે જે કસ્ટમર્સે પોતાનું પેક સિલેક્ટ નથી કર્યુ તેમના માટે ડીટીએચ અથવા કેબલ કંપનીઓ બેસ્ટ ફિટ પ્લાન તૈયાર કરે અને લાગુ કરે. આ પ્લાન તે કસ્ટમર્સની ટીવી જોવાની આદત પર આધારિત હશે અને તેમાં તે ચેનલ્સ પણ સામેલ હશે જે કસ્ટમર વધુ જુએ છે. જો તમે તમારુ પેક સિલેક્ટ નથી કર્યુ તો આપમેળે આ પ્લાન એક્ટિવેટ થઇ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!