GSTV
Home » News » મોબાઈલ નંબર પોર્ટિબિલિટી કરવા પહોંચી જાવ ફટાફટ, આટલા રૂપિયામાં કરી શકશો પોર્ટ

મોબાઈલ નંબર પોર્ટિબિલિટી કરવા પહોંચી જાવ ફટાફટ, આટલા રૂપિયામાં કરી શકશો પોર્ટ

ટેલીકોમ રેગુલેટરી અર્થોરિટી ઓફ ઈંડિયા એટલે કે ટ્રાઈએ લોકોને લાભ પહોંચાડવા માટે મોબાઈલ નંબર પોર્ટિબિલિટીના ભાવમાં ઘટાડો કર્યો છે. એ ઉપરાંત ટ્રાઈના આ નિર્ણયથી દૂરસંચાર કંપનીઓને બહુ મોચો ફાયદો થશે. ટ્રાઈએ મોબાઈલ નંબર પોર્ટિબિલિટીની નવી કિંમત 5.74 રૂપિયા રાખવામાં આવી છે. ત્યારે એમએનપીના નવા ભાવ 30 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. ટ્રાઈએ એમએનપીના નવા નિયમોમાં ફેરફાર કર્યા બાદ તેની નવી કિંમતો નક્કી કરી છે.

મોબાઈલ નંબર પોર્ટિબિલિટીની કિંમતમાં ફેરફારને લઈ ટ્રાઈના ચેરમેન આર.એસ.શર્માએ કહ્યું કે કોસ્ટ રિંબર્સમેંટ હેઠળ નવી કિંમતો રાખવામાં આવી છે. તેમણે આગળ કહ્યું કે એમએનપીની નવી કિંમત 30 સપ્ટેમ્બરથી લાગુ થશે. દેશની બધી કંપનીઓને નંબર પોર્ટિબિલિટી માટે એજન્સીઓને અલગ અલગ કિંમત આપવી પડે છે. એમએનપી કિંમતોમાં ફેરફાર સાથે દૂરસંચાર કંપનીઓને ઘણો લાભ થશે.

તમને જણાવીએ કે કંપનીઓ પોતાના ગ્રાહકોને નંબર પોર્ટ કરવા માટે 19 રૂપિયા ચૂકવે છે. એ ઉપરાંત જિયો, એરટેલ, વોડાફોન અને બીએસએનએલ જેવી કંપનીઓ વર્ષમાં 75 રૂપિયા બચાવી શકે છે. સરકારે પણ વર્ષની શરૂઆતમાં મોબાઈલ નંબર પોર્ટિબિલિટીની કિંમતોમાં 4 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પરંતુ તરત સિનિવર્સ ટેક્નોલોજીએ હાઈ કોર્ટમાં કેસ ફાઈલ કર્યો છે જેના પછી સરકારે નવી કિંમતો કેન્સલ કરી હતી. ત્રણ મહિના પછી જ હાઈ કોર્ટના નિર્ણય સામે રિલાયન્સ તરફથી સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રિલાયન્સે હાઈ કોર્ટ પોતાનો નિર્ણય પાછો લઈ લે તેની અપીલ કરી હતી જેમાં મોબાઈલ નંબર પોર્ટિબિલિટીની કિંમતોને ફરી 19 રૂપિયા કરવામાં આવી હતી. જણાવીએ કે 2019 સુધી મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે 43.7 કરોડ સિક્વેસ્ટ સ્વીકારવામાં આવી છે.

Read Also

Related posts

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi

આજથી Zomato એપ પર મફતમાં જોવા મળશે હજારો શો, અમેઝન પ્રાઇમ-નેટફ્લિક્સને આપશે ટક્કર

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!