GSTV
Home » News » ખુશખબર : હવે TV જોવા માટે નહી કરવો પડે વધુ ખર્ચ, TRAIએ નિયમોમાં કર્યા ફેરફાર

ખુશખબર : હવે TV જોવા માટે નહી કરવો પડે વધુ ખર્ચ, TRAIએ નિયમોમાં કર્યા ફેરફાર

d2h

1 ફેબ્રુઆરીથી કેબલ અને ડીટીએસ ઓપરેટરો માટે ટ્રાયએ નવા નિયમો લાગૂ કર્યા હતા. પરંતુ તેનાથી ગ્રાહકોને લાભ થયો નહીં અને તેમની ફરિયાદો વધવા લાગી. તેવામાં ટ્રાયએ ગ્રાહકોના માસિક કેબલ અને ડીટીએચના બિલ ઘટે તે માટે નિયમોમાં ફેરફાર કર્યા છે. એક અધિકારીના જણાવ્યાનુસાર ટ્રાયના નવા ટૈરિફમાં ટીવી જોવું સસ્તુ થાય તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો પરંતુ તેમ થયું નહીં. તેથી હવે ફરીથી નિયમોમાં ફેરફાર કરી આ ખર્ચ ઘટે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. 

ટૈરિફમાં ઘટાડો થાય ઉપરાંત હોટસ્ટાર, એરટેલ અને સોની લિવ જેવી ઓટીટી એપને ટીવી ચેનલોની જેમ એક લાયસન્સ ફ્રેમવર્ક હેઠળ લાવવા વિચાર કરવામાં આવી રહ્યો છે. ઓટીટી પર ટીવી ચેનલ્સને એપ પર કોઈપણ રેગલ્યુલેશન વિના દેખાડવામાં આવે છે.

દેશમાં બ્રોડકાસ્ટિંગ લાયસન્સ 10 વર્ષ માટે આપવામાં આવે છે. લાયસન્સ લેનારને કેબલ ટીવી કાયદા હેઠળ પ્રોગ્રામિંગ અને એડ કોડનું પાલન કરવું પડે છે. ચૈનલ અને પ્રસારણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કામ કરવું પડે છે. પરંતુ એપ માટે કોઈ લાયસન્સ લેવું પડતું નથી. 

Read Also

Related posts

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Mayur

અમરેલીના યુવકે કરી એવી શોધ કે બોરમાં પડતા બાળકને 25 મિનિટમાં બહાર કાઢી શકશો

Mayur

પાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!