GSTV
Gujarat Government Advertisement

ટીવી જોવાનું થયું સસ્તું : TRAIએ આજથી બદલી દીધા નિયમો, દર મહિને થશે બચત

Last Updated on January 13, 2020 by Karan

ભારતના લગભગ 20 કરોડ ઘરોમાં ટીવી છે. તાજેતરમાં જ ભારતીય દૂરસંચાર વિનિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)એ કેબલ ટીવી અને ડાયરેક્ટ ટૂ હોમ (ડીટીએચ) માટે નવા નિયમો લાગૂ કર્યા. આ નિયમોનો ફાયદો ગ્રાહકોને થશે. જેનાથી ગ્રાહકો દર મહિને પૈસા બચાવી સકશે.

આ રીતે દર મહિને થશે 80 રૂપિયાની બચત

ટ્રાઇના સચિવ એસકે ગુપ્તાએ કહ્યું કે, ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યાં પહેલીવાર ન્યૂ ટેરિફ ઓર્ડર (એનટીઓ) બહાર પાડ્યું હતું, ત્યાં કંઝ્યૂમર 130 રૂપિયા એનસીએફ ચૂકવીને 100 ચેનલ્સ જોઇ શકતા હતા. ડીપીઓના ફીડબેક અનુસાર, મોટાભાગમા ગ્રાહકો લગભગ 200 ચેનલ્સ સબ્સસ્ક્રાઇબ્સ કરતા હતા. એટલે 200 ચેનલ્સમાં 100 ચેનલ્સ જોવા માટે ગ્રાહકો 130 રૂપિયા ચૂકવતા હતા. તો બાકીની 100 ચેનલ્સ માટે 25 ચેલન્સના સ્લેબમાં 20-20 રૂપિયા પ્રમાણે 80 રૂપિયા નેટવર્ક શુલ્ક તરીકે ચૂકવણી કરી રહ્યા હતા. નિયમોમાં બદલાવ બાદ હવે આ ચાર્જ નહીં લાગે. એટલે ગ્રાહકોના 80 રૂપિયા બચી જશે અને 130 રૂપિયામાં 200 ચેનલ્સ જોઇ સકશે.

એક કરતાં વધારે કનેક્શનમાં થશે વધારે બચત

ભારતમાં લગભગ 60 લાખ ઘરોમાં એક કરતાં વધારે કનેક્શન છે, એવા ગ્રાહકો પણ છે જે દર મહિને પૈસા બચાવી સકશે. એક કરતાં વધારે કનેક્શન્સ વાળા ગ્રાહકો દર મહિને 98 રૂપિયાની બચત કરી સકશે. પહેલાં દર કનેક્શન દીઠ 130 રૂપિયા ચૂકવવા પડતા હતા. નવી પોલિસી અંતર્ગત પહેલા કનેક્શા માટે 130 રૂપિયા અને બીજા અને ત્રીજા કનેક્શન માટે 130 રૂપિયાનું 40 ટકા એટલે 52 રૂપિયા પ્રતિ કનેક્શન આપવાના રહેશે.

સસ્તી થશે બુકેની ચેનલ્સ

નવી પોલિસી અનુસાર, અલા કાર્ટેમાં એક ચેનકના ભાવ ભગે ગમે તેટલા હોય, પરંતુ જો ગ્રાહકને એ ચેનલ બુકેમાં હોય તો, તેનો મહત્તમ ચાર્જ 12 રૂપિયા પ્રતિ ચેનલ જ રહેશે. પહેલાં તેની કિંમત 19 રૂપિયા હતી.

પ્રસારણકર્તાઓને મળે છે 25 ટકા ભાગ

આઈબીએફ અધ્યક્ષ અને સોની એન્ટરટેનમેન્ટના પ્રમુખ એનપી સિંહે જણાવ્યું કે, ગત વર્ષે આવેલ ટેરિફ આદેશ બાદ વસ્તુઓને સમાયોજિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે ટેરિફ દરોને નિયંત્રિત કરવા સંબંધી કોઇ નવા આદેશની જરૂર નહોંતી. તેમણે કહ્યું કે, પ્રસારણકર્તાઓને અત્યારે ઉપભોક્તાઓ દ્વારા કરેલ ચૂકવણીનો માંડ 25 ટકા ભાગ મળે છે, જ્યારે 65 ટકા ભાગ વિતરકો લઈ જાય છે, આ સિવાય અમે ગત આદેશ ઓઅર લોકોને જાગૃત કરવા માટે પહેલાં જ 1000 કરોડ ચૂકવી ચૂક્યા છીએ. ગયા વર્ષના આદેશો બાદ 1.2 કરોડ ઉપભોક્તાઓએ સેવાઓ લેવાની બંધ કરી દીધી છે.

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!