GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

Vodafone-Airtelને ઇન્ટરનેટની હાઇ સ્પીડનો દાવો ભારે પડ્યો, આ પ્લાન પર ટ્રાઇએ મૂક્યો પ્રતિબંધ

vodafone

ટેલિકોમ કંપનીઓ – વોડાફોન (vodafone) અને એરટેલે ખાસ પ્લાન ઓફર કરીને દાવો કર્યો હતો કે પ્રિમિયમ પ્લાન ખરીદનારા ગ્રાહકોને ઈન્ટરનેટની વધુ સ્પીડ આપવામાં આવશે. એ પ્લાન પર ટ્રાઈએ પ્રતિબંધ મૂકી દીધો છે.ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ એરટેલ અને વોડાફોનના (vodafone) વિશેષ પ્લાનને બ્લોક કરી દીધા હતા. આ ટેલિકોમ કંપનીઓએ ખાસ ગ્રાહકો માટે ખાસ પ્લાન લોંચ કરીને દાવો કર્યો હતો કે જે ગ્રાહકો વધારે રકમ ચૂકવીને પ્રીમિયમ પ્લાન ખરીદશે તેમને વધુ સ્પીડ મળશે.

Vodafone-Airtelના આ પ્લાન પર ઉઠ્યા સવાલ

વોડાફોન (vodafone) અને એરટેલના આ પ્લાન પછી એવો સવાલ ઉઠયો હતો કે આ ટેલિકોમ કંપનીઓ ખાસ પ્લાન લોંચ કરીને અન્ય ગ્રાહકોની સર્વિસમાં ઘટાડો કરી રહી છે. જો સ્પેશિયલ પ્લાન ખરીદે તેને ઈન્ટરનેટની સ્પીડ અપાશે તો તેનાથી બીજા પ્લાનથી કંપની સાથે જોડાયેલા અસંખ્ય ગ્રાહકોને અન્યાય થશે.

Airtel

આ સવાલો વચ્ચે ટ્રાઈએ બંને કંપનીઓને નિશ્વિત સમયમર્યાદામાં આ પ્લાન બંધ કરી દેવાનો હુકમ કર્યો છે. ટ્રાઈએ કંપનીઓને સવાલ કર્યો હતો કે તે સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરશે? કંપનીઓએ સાત દિવસમાં જવાબ આપવાનો રહેશે. કંપનીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ પોસ્ટપેઈડ ગ્રાહકોની સુવિધા વધારવા માટે છે, તેનાથી અન્ય ગ્રાહકોની સર્વિસમાં કોઈ જ ફરક પડશે નહીં.

Read Also

Related posts

સૌથી ખર્ચાળ ફિલ્મ હશે સલમાન ખાનની ‘ટાઇગર 3’, આવતા વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થશે શૂટિંગ

Mansi Patel

આ 4 રાશિનાં જાતકો ઉપર કાયમ વરસે છે મા લક્ષ્મીની કૃપા, વાંચો તમને પણ લાગી શકે છે લોટરી

Mansi Patel

ઓ બાપરે… એક એવો રિપોર્ટ બહાર આવ્યો છે કે કોરોના પોઝિટીવ દર્દીઓ હચમચી જશે, આ લોકોને ફરી થયો કોરોના

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!