દર મહિને રિચાર્જ નહી કરાવો તો બંધ થઇ જશે સિમ? TRAIએ ટેલિકોમ કંપનીને આપ્યા આ નિર્દેશ

ભારતીય દૂર સંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)એ ટેલીકોમ કંપનીઓ પાસે પ્રીપેડમાં ઓછામાં ઓછા રિચાર્જ મામલે જવાબ માગ્યો છે. સાથે જ તેમને કહેવામાં આવ્યું છે કે પ્રાધિકરણના નિર્દેશોનું પાલન કરવા સુધી ગ્રાહકોની સેવાઓ બંધ ન કરવામાં આવે.


તાજેતરમાં જ ભારતી એરટેલ અને વોડાફોન-આઇડીયાએ પ્રીપેડ ગ્રાહકોને મેસેજ કરી રહી છે કે સેવાઓ ચાલુ રાખવા માટે નિશ્વિત સમયમાં નિર્ધારિત રૂપિયાનું રિચાર્જ કરાવવુ પડશે.

ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા બાદ નિયામકે જણાવ્યું કે 35 રૂપિયાથી શરૂ થતા મિનમમ મંથલી રિચાર્જ પ્લાનને શરૂ કરીને માર્જિનને પ્રોત્સાહન આપવા માટે એક નવા પ્લાનની ઘોષણા કરવામાં આવી છે.

ગ્રાહકોએ આ અંગે ફરિયાદ કર્યા બાદ ટ્રાઇએ ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાને પત્ર મોકલ્યો છ. ટ્રાઇએ પત્રમાં લખ્યું કે બંને કંપનીઓ ત્રણ દિવસમાં પોતાના ગ્રાહકોને જણાવે કે તેમના હાલના પ્લાનની વેલીડીટી ક્યારે પૂરી થઇ રહી છે.

ટ્રાઇએ બંને કંપનીઓને આદેશ આપ્યા છે કે તે ગ્રાહકોને જણાવે કે પ્રીપેડ ખાતાના મિનિમમ રિચાર્જ દ્વારા ઉપલબ્ધ પ્લાનનો ફાયદો કેવી રીતે ઉઠાવવામાં આવે. આ સાથે જ ટ્રાઇએ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને કહ્યું છે કે તેણે નિર્દેશોનું પાલન થાય ત્યાં સુધી ગ્રાહકોને સેવા બંધ ન કરે.

જણાવી દઇએ કે દૂરસંચાર ઓપરેટરોને આશા છે કે આ પગલાથી રિલાયન્સ જિયો ઇનફોકૉમ લિમિટેડ ટેલીકોમ માર્કેટમાં એન્ટ્રી બાદ થઇ રહેલા નુકસાનની તે ભરપાઇ કરી સકશે. પોતાના પત્રમાં ટ્રાઇએ ઓપરેટરોએ સ્પષ્ટરૂપે ત્રણ દિવસની અંદર ગ્રાહકોને સ્પષ્ટ અને પારદર્શકતા સાથે સૂચિત કરવા જણાવ્યું છે. એક અહેવાલ અનુસાર ટ્રાઇએ આ મુદ્દે ચર્ચા માટે સોમવારે બે ઓપરેટરો સાથે મુલાકાત પણ કરી છે.

ટ્રાઇએ કહ્યું કે, આ પ્રકારે ઓપરેટરોએ ગ્રાહકોની સેવા બંધ ન કરવી જોઇએ જેની પાસે મિનિમમ રિચાર્જ પ્લાન સીમાંત ગ્રાહકોની સંખ્યા, વેચાણમાં સામાન્ય અને પ્રશાસનિક ખર્ચાઓ ઘટાડવા માટે તથા પ્રિમિયમ ગ્રાહકોએ સેવામાં સુધાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

ભારતમાં સૌથી મોટા દૂરસંચાર ઓપરેટર વોડાફોન-આઇડિયાએ પણ આવા પ્લાન્સ શરૂ કર્યા છે અને હવે ટેરિફ પોર્ટફોલિયોને સરળ બનાવવા માટે ફક્ત પાંચ ઑફર શરૂ કરી છે. તેમાં 35,65 અને 95 રૂપિયાના ત્રિમાસિક રિચાર્જ સ્કીમ છે. 21 નવેમ્બરના એક જવાબમાં વોડાફોન-આઇડિયાએ જણાવ્યું કે તેનાથી આવનારા વધુ નિષ્ક્રિય આધારમાં પણ મહત્વપૂર્ણ ઘટાડો થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter