GSTV

સુરત/ બેરિંગ બનાવતા ગોડાઉનમાં કામ કરતી મહિલાનું માથુ લિફ્ટમાં ફસાઈ જતાં થયું કરૂણ મોત, 3 માસૂમોએ છત્રછાયા ગુમાવી

Last Updated on January 22, 2021 by Pravin Makwana

સુરતના ઉધના વિસ્તારમાં બેરિંગ બનાવતા ગોડાઉનમાં કામ કરતી મહિલા પૂજા ઇન્દોરવાલાનું લિફ્ટમાં માથું આવી જતા કરુણ મોત થયું હતું. ઘટના બનતા ખાતાના માલિક સહિત અન્ય કર્મચારીઓ દોડતા થઈ ગયા હતાં. ઘટના સ્થળે પહોંચેલી ઉધના પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

પૂજા સ્પેરપાર્ટ્સના લોડિંગનું કામ કરતી હતી. આજ રોજ ગ્રાઉન્ડ ફ્લોરના ભાગેથી પ્રથમ માળે ઇન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં સ્પેરપાર્ટ્સનો સામાન લઈ જતી વખતે આ કરૂણ ઘટના બની હતી. મહિલાના મોતના પગલે ત્રણ માસુમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

READ ALSO

Related posts

અરબ સાગરના ખજાના પર ચીન અને પાકિસ્તાનની મેલી નજર, શોધ કરતા કરતા ગુજરાતના તટ સુધી આવી ગયા, સર્વે શરૂ કર્યો

Pravin Makwana

મહત્વનો આદેશ / ડાકોર નગરપાલિકા આવી વિવાદમાં, ચાર સભ્યોને પ્રાદેશિક કમિશનરે કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!