GSTV

સાવધાન! આજથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો, તો દંડ ભરવામાં જ પુરી થઈ જશે મહિનાની સેલેરી

Last Updated on September 1, 2019 by Mansi Patel

આજથી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું તમને ખૂબ ભારે પડી શકે છે. જો તમે હવે ટ્રાફિકના નિયમોને નહીં અનુસરો તો દર મહિને 4 થી 5 હજાર રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખજો. કેમકે કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ બિલ હેઠળ બનાવેલા ટ્રાફિકના નવા નિયમો આજથી દેશભરમાં લાગુ પડી રહ્યા છે. જે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ લાગુ પડશે.

નવા બિલ અનુસાર હેલમેટ ન પહેરવા બદલ હવે તમારે 1000 રૂપિયા દંડ ભરવો પડશે. જે પહેલા 100 રૂપિયા હતો. તો કિશોરો દ્વારા ટ્રાફિક નિયમ તોડવામાં આવશે તો વાલી અને વાહનના માલિક જવાબદાર રહેશે. એટલું જ નહીં કિશોર પર જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળ કેસ કરાશે.

નશો કરીને ડ્રાઇવિંગ કરનારને દંડની રકમ 2 હજારથી વધારી 10 હજાર કરાઈ છે. તો ભયજનક રીતે વાહન ચલાવવા માટેનો દંડ 1 હજારથી વધારીને 5 હજાર કરાયો છે. લાઈસન્સ વિના વાહન ચલાવનારને 5 હજાર રૂપિયાનો દંડ થશે. સીટ બેલ્ટ ન પહેરવા પર 100ના બદલે 1 હજારનો દંડ થશે. તો ડ્રાઈવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા બદલ 5 હજાર રૂપિયાનો દંડ થશે.

Read Also

Related posts

ચેતવણી / Apple iPhone અને એન્ડ્રોઇડથી માંડીને Windows યુઝર્સ સાવધાન, બચવા આટલું કરજો નહીં તો…

Dhruv Brahmbhatt

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

BIG NEWS / મહત્વનો નિર્ણય, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની કરાઇ નિયુક્તિ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!