GSTV
Gujarat Government Advertisement

…અને ટ્રાફિક પોલીસે શહેરના અડધો અડધ લોકોના કાપી નાખ્યા ચલાણ

ખુશનુમા મોસમ, સમુદ્રનો કિનારો, ચોતરફ હરિયાળી, દુનિયાની અલગ અલગ સંસ્કૃતિના લોકોનો જમાવડો અને સૌથી વધુ તો મસ્તમૌલા અંદાજ જોવા મળે એવા ગોવાનો એક રિપોર્ટ આવ્યો છે. ગોવામાં વર્ષ 2018માં ટ્રાફિક પોલીસે ગોવામાં 7.74 લાખ લોકોના ચલણ કાપ્યા છે. રસપ્રદ એ છે કે આ આંકડો ગોવાની કુલ વસતી 15 લાખના 50 ટકા જેટલો છે.

ગોવામાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ મુક્તેશ ચંદેરે આ આંકડા જારી કર્યા છે. સોમવારે મીડિયા સાથે વાતચીત કરતા વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું, ‘આ આરોપો ખોટા છે કે ટ્રાફિક પોલીસ દ્વારા પ્રવાસીઓને પરેશાની થતી હોવાથી ગોવામાં પ્રવાસનના માર્ગમાં અવરોધ આવ્યો છે.’ ડિજીપી ચંદેરે પોતાના નિવેદનમાં આ મામલે વિસ્તૃત વાત કરતા કહ્યું હતું, ‘ગત વર્ષની તુલનામાં પરિવહનન નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં 48 ટકાનો વધારો થયો છે.

ખાસ કરીને ગોવા પોલીસે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનારા 774578 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ રીતે 2018માં 9.19 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.’ ઉલ્લેખનીય છે કે 2011માં અધિકૃત આંકડાઓ અનુસાર ગોવાની વસતી 14.59 લાખ હતી. ડીજીપીએ આગળ કહ્યું હતું કે એવા તમામ આરોપો નિરાધાર છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગોવા પોલીસ વિદેશીઓને છૂટ આપે છે. નિયમ બધા માટે સમાન છે.

જો વિદેશી નાગરિક પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમનું પણ ચલણ કાપવામાં આવે છે. પોલીસના કહેવા પ્રમાણે, તે પોતાનું માત્ર કામ કરી રહી છે અને તેમાં પરેશાન કરવા જેવી કોઈ વાત નથી.

ગોવા દેશના ટોચના એવા સમુદ્રી બીચ અને નાઈટલાઈફવાળા પ્રવાસન સ્થળોમાંથી એક છે. ગત વર્ષે 7 મિલિયન એટલે કે 70 લાખથી વધુ પ્રવાસીઓ ગોવા પહોંચ્યા હતા. તેમાંથી લગભગ 5 લાખ વિદેશી હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel

મોદીના બદલાયા સૂર/ પાકિસ્તાનની વાતો કરતી મહેબૂબા સાથે ગાળ્યો સૌથી વધુ સમય, નેતાઓને ‘ડિનર’ની પણ કરી ઓફર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!