GSTV

BJP ધારાસભ્યે કાર પર લખ્યું ‘ચોકીદાર’, ટ્રાફિક પોલીસ અધિકારીએ બનાવ્યું ચલણ, ફટકાર્યો દંડ

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ હાલ ‘ચોકીદાર’ અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન હાલ ચર્ચામાં પણ છે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપના એક ધારાસભ્યે પોતાની ગાડીની નંબર પ્લેટ પર પણ ચોકીદાર લખી દીધું. જેના કારણે તેમણે દંડ ભરવાનો વારો આવ્યો.

ખંડવાથી લોકસભાના ઉમેદવાર નંદકુમાર સિંહ ચૌહાણના સ્વાગત માટે પંધાના ધારાસભ્ય રામ દાંગોરે ખંડવા આવ્યા હતા. ત્યાં આચાર સંહિતા તેમજ રંગપંચમીને લઈને પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી હતી.

સોમવાર સાંજે આશરે 7.30 વાગ્યાની આસપાસ શહેરના ઈંદિરા ચોક પર પોલીસ જવાન વાહનોને રોકીને, નંબર સિવાય નંબર પ્લેટ પર કંઈ લખેલું હોય તેવા વાહનોને રોકી રહ્યા હતા. ત્યારે જ પંધાના ધારાસભ્ય રામ દાંગોરેની ગાડી ત્યાંથી પસાર થઈ.

તેમની ગાડીની નંબર પ્લેટની ઉપર બીજી એક નંબર પ્લેટ લાગેલી હતી. જેના પર ચોકીદાર પંધાના લખેલું હતું. તેના પર પોલીસે તેમના વાહનને રોકી લીધું. ચેકિંગ કરનાર પોલીસ અધિકારીએ ચોકીદાર લખેલી નંબર પ્લેટ હટાવવાની તરત સૂચના આપી.

જોકે આ ચોકીદાર ધારાસભ્યે પોલીસ અધિકારીની સૂચનાનો વિરોધ કર્યો. અને કહ્યું કે મેં મારી ગાડી પરથી ધારાસભ્ય લખેલી પ્લેટ હટાવી દીધી છે. પણ ચોકીદાર પ્લેટ કેમ ન લગાવી શકીએ. જોકે આ સમગ્ર ઘટનાને ભાજપના ધારાસભ્યે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યું.

READ ALSO:

પોલીસે ત્યારબાદ ચલણ પણ બનાવ્યું જેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવેશે. ટ્રાફિક ડીએસપી સંતોષ કૌલનું કહેવું છે કે મોટર વેહીકલ એક્ટ અંતર્ગત નંબર પ્લેટ પર નંબર્સ સિવાય બીજું કંઈ પણ લખી ન શકાય. અને એ એક્ટના આધારે જ ચલણ બનાવાયું.

તો બીજી બાજુ આ આખો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધારાસભ્યનું કહેવું છે કે ચોકીદાર શબ્દ કોઈ સંવૈધાનિક પદ નથી. હું કોર્ટ જશ અને જે નિર્ણય હશે તે માન્ય રાખીશ.

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!