GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદીઓની મુશ્કેલી વધી : કર્ણાવતી ક્લબમાં ચાલી રહેલા કાર્યક્રમને કારણે ટ્રાફિક થયો જામ, મંત્રીઓ પણ ફસાયા

કર્ણાવતી ક્લબ અમદાવાદ SG હાઇવે ઉપર અડધો કલાકથી ટ્રાફિક જામ છે. ભાજપે “शहीद ए आझम” ના નામે ડાયરો રાખ્યો છે. હાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓ અને અમદાવાદની સામાન્ય પ્રજા બંને ભારે ટ્રાફિકજામમાં ફસાયા છે અને તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપણે ત્યાં જાહેર કાર્યક્રમો વખતે ટ્રાફિક કે પછી લોકોને પડતી મુશ્કેલીનો વિચાર કરવામાં આવતો નથી. સરકારી કાર્યક્રમ હોય કે ખાનગી કાર્યક્રમ હોય કે કોઈનો પ્રસંગ હોય. ટ્રાફિક કઈ રીતે હેન્ડલ કરવો તેની કોઈને ગતાગમ હોતી નથી. માટે આ રીતે જામ થતો જોવા મળે છે.

કર્ણવતી ક્લબનો આ કાર્યક્રમ ઘણા દિવસથી નિર્ધારિત હતો. રિહર્સલના નામે વિવિધ તપાસો પણ થઈ હતી. પરંતુ સેંકડો ગાડીઓ આવશે તો કઈ રીતે મેનેજ કરી શકાશે તેનું આયોજન આયોજકો વિચારી ન શક્યા. રિણામે કર્ણાવતી ક્લબ બહાર સામાન્ય નાગરિકોથી માંડીને મંત્રીઓ, અધિકારીઓ સહિતના લોકો ફસાયા છે. કર્ણાવતી ક્લબ પાસે ટ્રાફિક જંક્શન પહેલેથી જ છે. એવા સ્થળે કાર્યક્રમ કરતા પહેલા વૈકલ્પિક રૃટની વ્યવસ્થા કરવાની જરૃર હતી, જેના પર ખાસ ધ્યાન અપાયું નહીં.

Read Also

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda
GSTV