GSTV
Home » News » VIDEO : જ્યારે અચાનક જ પુલ ઉપરથી વાહનો થવા લાગ્યા ગાયબ, વીડિયો જોઈને લોકો ખાઈ ગયા ચક્કર

VIDEO : જ્યારે અચાનક જ પુલ ઉપરથી વાહનો થવા લાગ્યા ગાયબ, વીડિયો જોઈને લોકો ખાઈ ગયા ચક્કર

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઓપ્ટિકલ ઈલ્યૂઝનનો એક શ્રેષ્ઠ નમૂનો છે. ઓપ્ટિકલ ઈલ્યૂઝને તમે નજરની છેતરપિંડી પણ કહી શકો છો. આ વીડિયોમાં રસ્તા પર દોડી રહેલી કારો અચાનક જ તેમનો રસ્તો બદલી નાખે છે. અને બાદમાં તેઓ અચાનક જ ગાયબ થઈ જાય છે. આ વીડિયોમાં પુલ ઉપરનો ટ્રાફિક અચાનક જ ગાયબ થતો દેખાઈ રહ્યો છે. ડેની ડચ નામના એક શખ્સે ચોંકાવનારો એક વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોને જોઈને લાગી રહ્યુ છેકે, ટ્રાફિક સીધો જઈને દિવાલમાં ક્યાંક ગાયબ થઈ રહ્યો છે. જણાવી દઈએકે, ડેની દ્વારા પોસ્ટ કરાયેલાં આ વીડિયોને 65000 કરતાં પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા આ વીડિયોને જોઈને લોકો જાત-જાતનાં રિએક્શન આપી રહ્યા છે. અને સાથે જ તેને રિટ્વીટ પણ કરી રહ્યા છે. તો અમુક લોકો આ વીડિયોને જોઈને  કહી રહ્યા છેકે, આ બીજી દુનિયામાં જવાનો દરવાજો છે. હકીકતમાં આ વીડિયોમાં કોઈ ઘટના કે ચમત્કાર નથી પરંતુ તેને એવી રીતે એડિટ કરાયુ છેકે તે રિયલ લાગી રહ્યુ છે.

READ ALSO

Related posts

કાંકરીયા અકસ્માતમાં મોતને ભેટેલા મોહમદ ઝાયેદ મોમિનનો નીકળ્યો જનાઝો, જુવાનજોધ દિકરાને પિતાએ આપી કાંધ

Nilesh Jethva

PM મોદી હિન્દીમાં સંબોધન કરે તે આ નવા બનેલા સાંસદને ગમતું નથી, હિન્દી બનામ અન્ય ભાષાનો વિવાદ છેડ્યો

Riyaz Parmar

ભારતનો સૌથી રહસ્યમયી કુંડ, તાળી વગાડવાથી ઉપર આવે છે પાણી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!