GSTV
Home » News » આ દેશમાં લાકડાથી બની છે 24 માળની ઈમારત, દૂર-દૂરથી લોકો આવે છે નિહાળવા!

આ દેશમાં લાકડાથી બની છે 24 માળની ઈમારત, દૂર-દૂરથી લોકો આવે છે નિહાળવા!

ઘરને એક આશીયાનું ગણવામાં આવે છે. જ્યારે કોઈ ઘરને બનાવવામાં પત્થર, રેતી, સિમેન્ટ સહીત ઘણી બધી વસ્તુંઓનો વપરાશ કરવામાં આવે છે. જ્યારે તમને જાણ થાયતો કોઈ ઈમારત ફક્ત લાકડાની બનાવવામાં આવી હોય તો તમને આશ્ચર્ય થશે. ત્યારે એક ઈમારતની બનાવટમાં ફક્ત લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફક્ત કોલમ (પાયા)ને છોડીને આખી ઈમારત લાકડાથી બનેલી છે. 24 માળનીઆ ઈમારતની ઉંચાઈ 99.9 મીટર છે. જ્યારે ફક્ત લાકડાનો ઉપયોગ કરીને આટલી ઉંચી ઈમારતનું નિર્માણ કરવાનું કામ પણ પોતાનામાં એક અનોખું કામ છે.

સમગ્ર રીતે ઈકોફ્રેન્ડલી આ લાકડાની ઈમારતમાં 150થી વધારે રૂમો બનાવવામાં આવી છે. જ્યારે બિલ્ડીંગની મજબૂતી માટે દેવાદારના લાકડાઓનો વપરાશ કરવામાં આવ્યો છે. જ્યારે આ બિલ્ડીંગની દિવાલથી લઈને છજ્જા (ધાબા) સુધી લાકડાથી તૈયાર કરવામાં આવ્યું છે.ચીનના ગુઈઝોઈ પ્રાન્તનાં યિંગશાન શહેરમાં બનેલી આ બિલ્ડીંગ હાલ તો ખાલી છે. પરંતુ પર્યટકોને જોવા માટે તેને ખોલી નાખવામાં આવ્યું છે. આ બિલ્ડીંગને જોવા માટે દૂર-દૂરથી પર્યટ્કો આવે છે. તેમના માટે એક અજૂબો છે.

લાકડાની બનેલી આ ઈમારતનું નિર્માણ આર્કિટેક્ટ સુઈ હેંગે કર્યું છે. તેમના અનુસાર આ ઈમારતનું નિર્માણ થવામાં બે વર્ષનો સમય લાગી રહ્યો છે. સુઈ હેંગે જણા્વ્યું છે કે આ ઈમારતની ડિઝાઈન 3 વર્ષ પહેલાજ બનાવવામાં આવી હતી. પરંતુ તેની રૂપરેખા તૈયાર કરવામાં લગભગ એક વર્ષથી વધુ સમય લાગી ગયો હતો.

READ ALSO

Related posts

સસલાઓ ખાય છે પોતાની જ પૉટી, શા માટે હોય છે તેમને આ વિચિત્ર આદત

Kaushik Bavishi

જસ્ટિન બીબરને પોતાનો ફોટો શેર કરવો પડ્યો ભારે, થયો કેસ

Kaushik Bavishi

દોરા જેવી પાતળી બિકીની પહેરીને બીચ પર ફરવું આ યુવતીને ભારે પડ્યું, લોકોએ ફોટા પાડીને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!