GSTV
Cricket Sports Trending

ખેલ મંત્રી બનતાં જ કિરણ રિજિજૂએ સેટ કર્યો ટાર્ગેટ, હવે ઓલિમ્પિકની તૈયારી

ભારતના નવા નિયુક્ત થયેલા ખેલ મંત્રી કિરણ રિજિજૂએ શુક્રવારે કહ્યું કે તે પૂર્વ રાજ્યવર્ધનસિંહ રાઠોડના કામોને જ આગળ વધારશે. તેમણે કહ્યું કે ટીમની સાથે મળીને કામ કરવું એજ સફળતાનો મૂળમંત્ર છે. રિજિજૂને પૂછવામાં આવ્યું કે રાઠોડના કામોને જ આગળ વધારશે, તો તેમણે કહ્યું કે, નિરંતરતા એક શબ્દ છે.

પહેલાના કામોને જ આગળ વધારવામાં આવશે, જો નવું કામ સારું હશે તો તેને જૂના કામ સાથે જોડવામાં આવશે. તેમણે કહ્યું કે, ખેલો ઈન્ડિયા જેને પ્રધાનમંત્રીએ શરૂ કર્યું હતું, તેને અમે આગળ વધારીશું. આધુનિક રમતો સાથે પારંપારિક રમતોનો પ્રોત્સાહન આપીશું. રિજિજૂએ કહ્યું કે, અમે સાથે મળીને કામ કરીશું કેમ કે સફળતા મેળવવા માટે એક થઈ કામ કરવું જરૂરી છે. રિજિજૂને રાઠોડની જગ્યાએ ખેલ મંત્રી બનાવવામાં આવ્યા છે.

તેને મોદી સરકારના દેશમાં યુવાઓ માટે કામ કરવાનો અવસર મળ્યો છે. તેનો આભાર માને છે. તેને ખેલ અને યુવા કલ્યાણ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો તેના માટે મોદીનો આભાર માનું છું, જેમાં તેમણે મને યુવાઓ માટે કામ કરવાનો મોકો આપ્યો છે. રિજિજૂએ કહ્યું કે, આ મહત્વપૂર્ણ મંત્રાલય છે જે દેશના યુવાઓને પ્રોત્સાહન આપશે. પહેલા મોદી સરકારમાં ગૃહ મંત્રીમાં રાજ્યમંત્રીના રૂપમાં કામ કર્યું હતું જેને હવે યુવા કલ્યાણ અને ખેલ મંત્રાલયનો સ્વતંત્ર કારભાર સોંપાયો છે.

તે કહે છે કે નવું કામ શીખવામાં થોડો સમય જરૂર લાગશે. તે કહે છે કે, હું અત્યારે વિશેષ મુદાને લઈને વાત નહીં કરું. કારણ કે મારી અત્યારે અધિકારીઓ સાથે વાત નથી થઈ. પરંતુ અમારું ધ્યાન પારંપરિક રમતોથી લઈ રાષ્ટ્રીય રમત, એશિયાઈ રમત અને ઓલિમ્પિક પર રહેશે. ઓલિમ્પિક ચોક્કસ અમારું લક્ષય રહેશે કારણકે રમતોમાં શ્રેષ્ઠ છે.

Read Also

Related posts

સાવધાન/ ફોનમાં છુપાઈને તમારી જાસૂસી કરી રહી છે આ એપ! ગૂગલે કહ્યું- ‘હમણાં જ કરી દો Delete’

Damini Patel

Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર

Damini Patel

પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા

Karan
GSTV