GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મોદી સરકારે વિરોધ પક્ષની છૂટ્ટી કરી દીધી, આ કમિટીમાં સ્થાન ન મળતા થરૂર ભડક્યા

17મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓની રચના કરવામાં આવી છે. પરંતુ વિદેશ મંત્રાલયની સ્ટેડિંગ કમિટિનું અધ્યક્ષ પદ કોંગ્રેસને આપવામાં આવ્યુ નથી. જેથી કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્વિટ કરીને તેનો વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયની સ્ટેડિંગ કમિટિનું નેતૃત્વ અત્યાર સુધી કોંગ્રેસ કરી રહી હતી.

જોકે, આ વખતે કોંગ્રેસને આ પદ મળ્યુ નથી. થરૂરે જણાવ્યુ હતુ કે, સરકારે વિપક્ષી દળની પરંપરા પર પૂર્ણ વિરામ મુકવાનો નિર્ણય લીધો છે. જે એક પરિપક્વ લોકતંત્ર માટે એક મોટા ઝાટકા સમાન છે. વિદેશ મંત્રાલયની સ્ટેડિંગ કમિટિનું નેતૃત્વ વિપક્ષ કરે છે. અને આ પદ વિપક્ષને ન આપવામાં આવતા સરકારનો નિર્ણય નિરાશાજનક છે.

મહત્વપૂર્ણ છે કે, 16મી લોકસભામાં વિદેશ મંત્રાલયની સ્ટેડિંગ કમિટિના અધ્યક્ષ કોંગ્રેસના સાંસદ વિપપ્પા મોઈલી હતા. જોકે, હવે આ કમિટિમાં કોંગ્રેસને સ્થાન આપવામાં આવ્યુ નથી.

READ ALSO

Related posts

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah

વિશ્વમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર, 3 લાખથી વધુને ભરખી ગયો

pratik shah

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!