પરંપરા: અહીં નવું વર્ષ એકબીજાને લોહી ન નીકળે ત્યાં સુધી પથ્થર મારીને ઉજવાય છે

એક વિચિત્ર જ રમત જોવા મળી છે. ગુરુવારે શિમલાથી આશરે 35 કિ.મી. દૂર હલોગ ધામીમાં પથ્થર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક વિચિત્ર રમત છે, જ્યાં સુધી લોહી વહેતું ન થાય ત્યાં સુધી પત્થરમારો બંધ થતો નથી.

દિવાળીનાં એક દિવસ પછી આ પત્થર મેળાનું આયોજન કરવામાં આવે છે. હજાર લોકો આ મેળાને જોવા આવે છે અને લોકો આ મેળાની રાહ જોઈ રહ્યાં હોય છે. 25 મિનિટ માટે બંને બાજુએથી પથ્થરનો વરસાદ કરવામાં આવે છે, પોલિસની દેખરેખ હેઠળ આખો કાર્યક્રમ પૂરો કરવામાં આવે છે.

બપોરે ચાર વાગ્યા આજુબાજુ આ મેળો ચાલુ કરવામાં આવ્યો હતો. સામેની ટીમનાં સુરેશ કનોડીને પથ્થર વાગ્યો અને લોહી વહેવા લાગ્યા એટલે રમતને અટાકવવાનો સંકેત આપ્યો અને બધા ખેલાડી સ્મારક કોર્ટ આગળ ભેગા થઈ નાચવા લાગ્યાં.

ત્યારબાદ મેળાના ઉચ્ચ અધિકારીઓએ બધી પરંપરા પુરી કરી અને સુરેશને તિલક કરી પછી દવાખાને લઈ જવામાં આવ્યો.

સુરેશે કહ્યું કે તેની આંખો પાસે એક પથ્થર વાગ્યો છે. થોડું દુઃખ થયું હતું પણ હવે સારું છે. ફેસ્ટિવલ આયોજનમાં ત્યાંના નાયબ પ્રધાન લાલ કપાટીયા પણ પ્રસંગે હાજર રહ્યાં હતા. ભગવાન નરસિંહની પ્રાર્થના પછી મંદિર ખાતે પથ્થર રમત રમાઈ અને ડ્રમ વગાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ વખતે પથ્થર રમત ખૂબ લાંબી ચાલી હતી. દર વખતે પંદર મિનિટમાં પૂરી થઈ જતી હતી પરંતુ આ વખતે તે 25 થી 30 મિનિટ ચાલી હતી. માહિતી અનુસાર, બંને બાજુથી લગભગ 10 લોકાને પથ્થર લાગી ચૂક્યા હતા પરંતુ કોઈએ આ રમત બંધ કરી નહોતી. પથ્થર વાગ્યા પછી લાલ ધ્વજ ચોક્કસપણે લહેરાવવામાં આવ્યો પણ પથ્થર મારો બંધ ન થયો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter