GSTV
Home » News » નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

ટ્રાફિકના નવા નિયમોને લઇને સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વિરોધ જોવા મળ્યો છે. તો સામે પોલીસ વિભાગે પણ દંડનો દંડો ઉગામીને વાહન ચાલકોને દંડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં કેવો રહ્યો ટ્રાફિકના નવા નિયમનો પહેલો દિવસ જોઇએ આ અહેવાલમાં

ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા. જેમાં રાજકોટમાં હેલ્મેટ ચોરીનો બનાવ બન્યોછે. હેલ્મેટ ચોરી થતા સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે.  યુવક મોબાઈલમાં વાતચીત કરતા હોવાનો ઢોંગ કરતા હેલ્મેટની ચોરી થઈ છે. યુવાને દુકાનમાં નજર પણ નાખી અને બાદમાં ચોરી કરી. હાલ વીડિયો કયા વિસ્તારનો છે. તે અંગે કોઈ મહિતી મળી શકી નથી.

રાજકોટમાં હેલ્મેટ પહેરનારા વાહનચાલકોની સંખ્યામાં વધારો થયો છે. રાજકોટમાં અગાઉ ફક્ત 10 ટકા લોકો જ હેલ્મેટ પહેરતા હતા. પરંતુ હવે લગભગ 50 ટકા લોકોએ હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા નજરે પડ્યા હતા. તો ફોર-વ્હીલચાલકો પણ સીટ બેલ્ટ પહેરી નિયમનું પાલન કરતા નજરે પડ્યા.

રાજકોટના રૈયા ગામમાં રહેતા સૈયદ મોહમ્મદ બુખારી નામની વ્યક્તિએ ગળામાં પાટી પહેરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. હોટલમાં તૈયાર રોટલા વ્હેંચી પોતાનું ગુજરાન ચલાવતા સૈયદ મોહમ્મદ બુખારીએ હેલમેટનો કાયદો મંજૂર ન હોવાનું જણાવીને જેલમાં જવાનું પસંદ કરશે તેવી વાત કરી હતી.

રાજકોટના સોની બજાર, પેલેસ રોડ સહિતના વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. દંડની રકમથી રોષે ભરાયેલાં વેપારીઓ એકઠાં થઈ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો રાજકોટમાં ટ્રાફિક નિયમની કડક અમલવારી થતાં બપોરે 1 વાગ્યા સુધીમાં 1,10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

pratik shah

કમલેશ તિવારીના હત્યારા અશફાકે શા માટે રોહિત સોલંકીના નામનું આધારકાર્ડ બનાવ્યું

Nilesh Jethva

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ મારશે મેદાન, ફડણવીસને સીએમ બનતાં શિવસેના પણ નહીં રોકી શકે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!