GSTV
Home » News » ભારતે અમેરિકાની 29 ચીજો પર ડયૂટી નાખતા બંને વચ્ચેનું ટ્રેડવોર વકરશે

ભારતે અમેરિકાની 29 ચીજો પર ડયૂટી નાખતા બંને વચ્ચેનું ટ્રેડવોર વકરશે

અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ વોર શરૂ થતાં બંને દેશોના સંબંધોમાં તેની ગંભીર અસરો પડશે. આર્થિક નિષ્ણાતોના મતે ભારત-અમેરિકા વચ્ચે આર્થિક ઉપરાંત અન્ય બાબતોમાં પણ આ ટ્રેડવોરની અસર દેખાશે. ભારતે ૨૯ અમેરિકન પ્રોડક્ટ ઉપર ડયૂટીની જાહેરાત કરતા બંને દેશોના સંબંધોમાં નવા સમીકરણો રચાયા હતા.

ભારતે અમેરિકાની વિવિધ ૨૯ પ્રોડક્ટ ઉપર ડયૂટી લાદવાની જાહેરાત કરી તેનાથી બંને દેશો વચ્ચેના વેપારને મોટી અસર પડશે. બંને દેશોના આર્થિક નિષ્ણાતો એવી દહેશત વ્યક્ત કરી હતી કે એક તરફ ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે ત્યારે જો ભારત-અમેરિકા વચ્ચે પણ ટ્રેડ વોર શરૂ થશે તો અમેરિકાની ઈકોનોમી ઉપર પણ તેની અસર થશે. બીજી તરફ સમગ્ર એશિયાના અર્થતંત્ર ઉપર પણ તેની અસર દેખાશે. ભારત-ચીન મોટા અર્થતંત્ર છે અને તેની સાથે અમેરિકાના સંબંધો તંગ હોય તો સીધી અસર એશિયાના અર્થતંત્ર ઉપર પડયા વગર રહેશે નહીં.

ભારતમાં મેડિકલ ડિવાઈસનું માર્કેટ જ ૫ અબજ ડોલરનું છે. ભારત-અમેરિકા વચ્ચે ૭૪ અબજ ડોલરનો કુલ વેપાર થાય છે. ચીન-ભારત વચ્ચે ૮૪ અબજનો વેપાર છે. ચીન પછી અમેરિકા ભારતનું બીજા નંબરનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે. ભારત અમેરિકામાં ૪૮ અબજની નિકાસ કરે છે અને ૨૫ અબજની આયાત કરે છે. અમેરિકાને આ મોટા તફાવતના કારણે પેટમાં દુખે છે એટલે તે ભારતને ડયૂટી માફ કરવાનું વારંવાર દબાણ કરે છે.

વૉશિંગ્ટનના અર્થશાસ્ત્રીઓનો દાવો છે કે અમેરિકા-ભારત વચ્ચેના વેપારથી ભારતને ૨૧ અબજ ડોલરનો ફાયદો થાય છે. બીજી તરફ અમેરિકાને ભારતમાં મેડિકલનું મોટું બજાર મળી રહ્યું છે. જો ટ્રેડ વોર થશે તો બંને દેશોને નુકસાન થશે. એમાંય છેલ્લાં બે-ત્રણ વર્ષથી અમુક ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેનો વેપાર વધ્યો હતો. હવે જો અચાનક ટ્રેડવોર શરૂ થશે તો એ ક્ષેત્રોના દ્વિપક્ષીય વેપાર ઉપર પણ ગંભીર અસર થશે.

READ ALSO

Related posts

DGGIએ સુરતમાં 70 કરોડનું GST કૌભાંડ ઝડપ્યુ,12%ને બદલે ભરતો હતો 5% ટેક્સ

Mansi Patel

બનાસકાંઠાનાં ખેડૂતો માટે રાહતનાં સમાચાર, તીડ રાજસ્થાન તરફ ગયા

Mansi Patel

એકલી હતી મહિલા, પોલીસે ઘરમાં ઘૂસી કર્યો રેપ, પછી થયું આવું….

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!