GSTV

ભારતમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે : અા રહ્યું સૌથી મોટું કારણ

Last Updated on August 10, 2018 by Karan

ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોર આગામી દિવસોમાં વધુ ઘાતક બની શકે છે. દુનિયાના આર્થિક પાવરહાઉસ તરીકે પ્રખ્યાત બંને દેશો એકબીજાને પછાડવામાં કોઈ જ કસર છોડી રહ્યા નથી. એશિયામાં ચીન અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ અને ગેસની ખરીદી કરતું રહ્યું છે. પરંતુ જયારથી ટ્રેડ વોર શરૂ થઈ છે  ત્યારથી સૌથી  મોટા ટ્રેડિંગ હાઉસે અમેરિકાના ક્રૂડ ઓઈલ અને ગેસની ખરીદી જ બંધ કરી દીધી છે. જે સાથે ચીને અમેરિકાના ક્રૂડ અને એલએનજી પર પણ ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જો ચીન આ રીતે અમેરિકાના ક્રૂડ ઓઈલનો બહિષ્કાર કરતું રહેશે તો ઈરાન ક્રૂડ માર્કેટનું મોટું ખેલાડી  બની શકે છે. જેના પર અમેરિકાનું કોઈ જ નિયંત્રણ પણ રહેશે નહીં.

ચીન અને અમેરિકા વચ્ચે વધેલા તનાવની સ્થિતિમાં ભારત પર ઈરાન પર લગાવવામાં આવેલા  પ્રતિબંધોની પણ ઓછી જ અસર જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ભારતે અમેરિકા પાસેથી પ્રતિદિન ૩,૧૯,૦૦૦ બેરલના ક્રૂડનું બુકિંગ કરાવ્યું છે. આ અગાઉ  ભારત અમેરિકા પાસેથી પ્રતિદિન ૧,૧૯,૦૦૦ બેરલના હિસાબે આયાત કરી રહ્યું હતું. જે જોતાં અમેરિકા પાસેથી સીધા ત્રણ ગણું વધારે ખરીદી કરવામાં આવશે.  જે જોતાં સ્પષ્ટ જોવા મળશે કે અમેરિકા પાસેથી ભારત ઝડપથી આયાત કરી રહ્યું છે અને તેમાં સતત વધારો કરી રહ્યું છે.

ક્રૂડ માર્કેટના કેટલાંક  લોકોનું માનવું છેકે, આ સ્થિતિમાં ભારત પાસે અમેરિકા સાથે ક્રૂડ ઓઈલની ખરીદીની સામે સોદો કરવાની એક નવી તક મળી જશે. ચીની પાસેથી દક્ષિણ કોરિયા પછી ભારત અમેરિકા પાસેથી સૌથી મોટું ક્રૂડ ઓઈલ ખરીદનાર બનશે, જે જોતા ભાવમાં પણ સીધો ઘટાડો જોવા મળી શકે છે. જેની સીધી અસર દેશના અર્થતંત્ર પર થશે.

Related posts

ગુજરાતમાં પહેલી વાર રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન, ઓલિમ્પિક માટે તૈયાર થશે ભાવિ રમતવીરો

GSTV Web Desk

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશે : ઉત્તર પ્રદેશના છાંટા ગુજરાતને ઉડ્યા

GSTV Web Desk

Health Tips / બચી ગયેલી સફરજનની છાલને હવે ફેંકો નહીં, આ રીતે કરો તેનો ઉપયોગ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!