ભારતને 5 વર્ષમાં સૌથી વધારે વ્યાપારિક ખાદ્ય થઇ

દેશનો નિકાસ કારોબાર જૂનમાં 17.57 ટકા વધીને 27.7 અબજ ડોલર પર પહોંચી ગયો છે. પેટ્રોલિયમ અને રસાયણ ક્ષેત્રોના સારા પ્રદર્શનને કારણે નિકાસમાં ઉલ્લેખનીય વધારો થયો છે. જો કે ખનીજતેલની આયાત મોંઘી થવાને કારણે વ્યાપારીક ખાદ્ય 43 માસના ઉચ્ચસ્તરે 16.6 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

વાણિજ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા આંકડા મુજબ, સમીક્ષાધીન માસમાં આયાત પણ 21.31 ટકાના વધારા સાથે 44.3 અબજ ડોલર રહી છે. જૂન-2018માં વ્યાપાર ખાદ્ય નવેમ્બર-2014 બાદ સૌથી વધુ રહી છે. તે સમયે વ્યાપારીક ખાદ્ય 16.86 અબજ ડોલર રહી હતી. જૂન-2017માં વ્યાપારીક ખાદ્ય 12.96 અબજ ડોલર રહી હતી. ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ-જૂનના ત્રિમાસિક સમયગાળામાં નિકાસ 14.21 ટકા વધીને 82.47 અબજ ડોલર રહી છે. પહેલા ત્રિમાસિક સમયગાળામાં આયાત 13.49 ટકાના વધારા સાથે 127.41 અબજ ડોલર પર પહોંચી છે. આ સમયગાળા દરમિયાન વ્યાપારીક ખાદ્ય 44.94 અબજ ડોલર રહ્યો છે.

જૂનમાં પેટ્રોલિયમ ઉત્પાદનો, રસાયણ, ફાર્માસ્યુટિકલ્સ, રત્ન અને આભૂષણ તથા ઈજનેરી ક્ષેત્રોને કારણે નિકાસમાં ઉલ્લેખનીય વધારો થયો છે. જોકે, તે વખતે કપડા, લેધર, સમુદ્રી ઉત્પાદન, પોલ્ટ્રી, કાજૂ, ચોખા અને કોફીની નિકાસમાં ઘટાડો થયો છે. જૂનમાં ખનીજતેલની આયાત 56.61 ટકા વધીને 12.73 અબજ ડોલર રહી હતી. જ્યારે સોનાની આયાત ત્રણ ટકા ઘટીને 2.38 અબજ ડોલર રહી હતી. આરબીઆઈના આંકડા પ્રમાણે, મે માસમાં સેવાઓનો નિકાસ 7.91 ટકાના ઘટાડા સાથે 16.17 અબજ ડોલર રહ્યો હતો. માસ દરમિયાન સેવાનું વ્યાપાર સંતુલન 5.97 અબજ ડોલર રહેવાનું અનુમાન છે. મે માસમાં સેવાઓની આયાત 10.21 અબજ ડોલર રહી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter