દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર હજુ શંકાના વાદળો ઘેરાયેલા છે. દિલ્હી પોલીસ અને ખેડૂત આગેવાનોના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે.ખેડૂત નેતાઓનું માનીએ તો પોલીસે ટ્રેક્ટર રેલીની પરવાનગી આપી દીધી છે. પરંતુ, પોલીસે જણાવ્યું છે કે ખેડૂતો તરફથી લેખિતમાં રેલીના રુટ આપવાની રાહ જોવાઈ રહી છે. એવામાં શંકા કુશંકાઓ વચ્ચે અનેક સવાલો થઇ રહ્યા છે. જેમ કે, 26 જાન્યુઆરીએ શું ખેડૂતોની આ ટ્રેક્ટર રેલી દિલ્હીમાં યોજાશે? શું દિલ્હી પોલીસ સાથે ખેડૂતોની ટ્રેક્ટર રેડ પર સહમતી સધાઈ છે?

26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી ટ્રેક્ટર પરેડમાં ખેડૂતોની સરઘસ શનિવારે પણ યથાવત રહી હતી.પંજાબ, હરિયાણા, યુપી જેવા રાજ્યોના આશરે પાંચ હજાર ટ્રેકટરો લઈને ખેડૂતો દિલ્હીની સરહદ પર પહોંચી ગયા છે.તે જ સમયે, દિલ્હીના તમામ કનેક્ટિવિટી રૂટ્સને પોલીસે સીલ કરી દીધા છે.

અહીં પંજાબમાં ખેડૂત ટ્રેક્ટર માર્ચના સમર્થનમાં મોટરસાયકલ રેલી કરી હતી.નેતા સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, હજારો ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે સિંઘુ બોર્ડર તરફ રવાના થયા.ટ્રેકટરો ઉપર કેસરી અને વાદળી ધ્વજ લગાવીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કૃષિ કાયદા પાછા નહીં આવે ત્યાં સુધી તેઓ પાછા નહીં ફરે તેવુ જણાવ્યું હતુ.
સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીએ ખેડૂતોની પરેડ થશે જ અને તેના માટેનો ફાયનલ રુટ સવારસુધીમાં મીડિયા સામે રજુ કરી દેવામાં આવશે. પ્રજાસત્તાક દિવસે અમે દિલ્હીની અંદર પ્રવેશ કરીશું. કેટલાંક રુટ નક્કી કરવામાં આવ્યા છે તેના પર સહમતી પણ સધાઈ ગઈ છે. તે રૂટ્સ પર બેરિકેડ્સ હટાવી દેવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય