GSTV

ખેડૂત આંદોલન/ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ હિંસામાં 63 પોલીસકર્મીઓ ઘાયલ, 45 ટ્રૉમા સેંટરમાં દાખલ

ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા દરમિયાન 63 પોલિસ કર્મચારીઓ ઘાયલ થયા છે. 45 પોલીસકર્મીઓ ટ્રોમા સેન્ટરમાં દાખલ છે. તેઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘાયલ પોલિસ કર્મચારીમાં એકનીસ્થિતિ નાજુક બતાવાઈ રહી છે. હાલમાં ગૃહ મંત્રાલયે દિલ્હીમાં પેરામિલિટ્રીની 15 કંપનીઓ ઉતારી દીધી છે. જેમાં 10 CRPF અને 5 અન્ય પેરામિલિટ્રી ફોર્સ હશે. સરકારે દિલ્હીમાં 1,500 જવાનોને તૈનાત કરી દેવાનો નિર્ણય લીધો છે.

પોલિસે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા સંયમથી કામ લીધું

દિલ્હીમાં કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા મામલે ગૃહમંત્રી અમિતશાહે બેઠક બોલાવી હતી. જે બે કલાક સુધીચાલુ રહી હતી. ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાબતે પોલિસ નિવેદન જારી કર્યું છે. પોલિસ તરફથી કહેવાયું છેકે પોલિસે ખેડૂતો સાથે નક્કી કરેલી શરતો મુજબ કામ કર્યું અને આવશ્યક બંદોબસ્ત ગોઠવ્યો હતો. દિલ્હી પોલિસે ખૂબ સંયમ રાખ્યો છે. છતાં આંદોલનકારીઓએ પોતાના નિશ્ચિત સમય પહેલા પોતાની રેલી ચાલુ કરી દીધી, અને હિંસા અને તોડફોડનો માર્ગ પસંદ કર્યો હતો. જેના માટે પોલિસે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા સંયમથી કામ લીધું છે. આ આંદોલનથી સંપત્તિને પણ ઘણું નુકસાન થયું છે. કેટલાય પોલિસ કર્મી ઘાયલ થયા છે.

2 કલાક સુધી તાકિદની બેઠક બોલવાઈ

ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલયે તાકિદની બેઠક બોલાવી જેમાં કેટલાય અધિકારીઓ શામેલ હતા. દિલ્હીમાં હાલની સુરક્ષાને લઈને આ બેઠક થઈ રહી છે. આ વચ્ચે ખેડૂતો લાલ કિલ્લાથી પરત સિંધુ બોર્ડર તરફ વળી રહ્યા છે. સંયુક્ત કિસાન મોર્ચા તરફથી મળેલા આદેશ પછી ખેડૂતો પરત સિંધુ બોર્ડર પર જઈ રહ્યા છે.

ખેડૂત આંદોલનમાં કેટલાક અસામાજીક તત્ત્વોની ઘૂસણખોરીને વખોડી

સંયુક્ત કિસાન મોર્ચા તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, અમારા તમામ પ્રયાસો છતાં કેટલાક વ્યક્તિઓએ માર્ગનું ઉલ્લંઘન કરીને નિંદનીય કૃત્ય કર્યું છે. અસામાજીક તત્ત્વોની ઘૂસણખોરી કરી. પરંતુ આંદોલન શાંતિપૂર્ણ રહ્યું. અમે દેશને કહ્યું કે શાંતિ અમારી તાકાત છે અને હિંસા એવા આંદોલનને નુકસાન પહોંચાડે છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આજે પરેડમાં ભાગ લેવા માટે તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે તે ઘટનાઓની નીંદા પણ કરીએ છીએ. જે આજે થઈ છે. આવા કાર્યોમાં ઘૂસી જનારાઓથી પોતાની જાતને અલગ કરી લેવી જોઈએ.

બોર્ડર પર રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ

જણાવી દઈએ કે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ તરફથી ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યો કે તો પરત સિંધુ બોર્ડર પહોંચી જાય. સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર, મુકરબા ચોક અને નાંગલોઈમાં ઈન્ટરનેટ સેવા રાત્રે 12 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ તેના નિયત રુટથી હટીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. આ દરમ્યાન ઠેરઠેર દિલ્હી પોલીસ અને ખેડૂત પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આ પહેલા આઇટીઓ વિસ્તાર પર સ્થિતી વધુ વણસી. અહીં પોલીસના જવાનો અને ખેડૂતો આમને સામને આવી ગયા જેના કારણે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. પ્રદર્શન કરી રહેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટિઅર ગેસના સેલ પણ છોડ્યા. આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોલીસના વાહનોને પણ નિશાન બનાવાયા તો અનેક બસોમાં પણ મોટા પાયે તોડફોડ આચરવામાં આવી.

ખેડૂતો પોતાના નિશ્ચિત રૂટને છોડીને બીજા રસ્તા પર આગળ વધ્યા

ખેડૂતો પોતાના નિશ્ચિત રૂટને છોડીને બીજા રસ્તા પર આગળ વધ્યા. જેમાં ઘણી જગ્યાએ હિંસાના દ્રશ્યો સામે આવ્યા. નોંધનીય છે કે જે રૂટ પર ખેડૂતોને રેલી કરવાની મંજૂરી નથી ત્યાં બળપ્રયોગ કરીને તેઓ ઘૂસી રહ્યા છે. આઉટર રિંગ રોડ પર પણ માર્ચ કાઢવામાં આવી હતી. તો ગાઝીપુર બોર્ડરથી નીકળેલી ખેડૂતોની રેલીનો એક ભાગ આઈટીઓ પહોંચી ગયો. ગાઝીપુર બોર્ડરના ખેડૂતોને અક્ષરધામ પાસ કરીને અપ્સરા બોર્ડર બાજુ જવાનું હતું. પરંતુ તેઓ લાલ કિલ્લા તરફ જવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ગણતંત્ર દિવસ સમારોહ સુરક્ષામાં તૈનાત તમામ પોલિસ કર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમેરિકાએ એવું તો શું કર્યું કે શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો : સેન્સેક્સ 50 હજારથી નીચે, રોકાણકારોના કરોડો ડૂબ્યા

Pritesh Mehta

કોંગ્રેસેને એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતી, વધુ એક બેઠક ગુમાવવાનો આવ્યો વારો: થયું એવું કે હારેલા ઉમદેવાર બે દિવસ પછી થયા વિજેતા!

pratik shah

ઝટકો/ અંબાણી પર સંકટના વાદળ? ‘મુકેશભાઈ આ તો માત્ર ટ્રેલર હતું’, શંકાસ્પદ કારમાંથી મળી ચિઠ્ઠી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!