દેશમાં ખેડૂતો 26મી જાન્યુઆરીએ 62 મા દિવસે ખેડૂત આંદોલન અંતર્ગત ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે. ક્યાંક અવરોધો છતાં પણ ખેડૂતો સરકારને લલકાર આપવા દિલ્હીના લાલ કિલ્લાએ પહોંચી ગયા છે. ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી દુનિયા સમક્ષ ખેડૂતોની એકતાનો પરચો બતાવી રહ્યા છે. ત્યારે કેટલાક ખેડૂતો રૂટ બદલીને લાલ કિલ્લા પરપહોંચીને સરકારને હુંકાર કર્યો છે. દિલ્હીમાં નિકળેલી ખેડૂત રેલીનો જુસ્સો વધી રહ્યો છે. ખેડૂતોએ અક્ષરધામથી અપ્સરા બોર્ડર જવાનું હતું પરંતુ ખેડૂતોએ સીધા લાલ કિલ્લા પાસે પહોંચી ગયા છે. તેઓ એક જ રટ લઈને બેઠા છે કે અમને ગોળીએ મારી દો અથવા તો કૃષિ કાયદા પાછા ખેંચો અમે અહીંથી પાછા નહીં હટીએ.

#WATCH | Farmers tractor rally reaches Red Fort in Delhi#FarmLaws #RepublicDay pic.twitter.com/9j1zb51vHn
— ANI (@ANI) January 26, 2021
આઈટીઓ પર પોલિસ અને ખેડૂતો વચ્ચે ટકરાવ ચાલુ
દિલ્હીમાં ગણતંત્ર દિવસે નીકળેલી રેલીમાં પૂર્વ અને ઉત્તર પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી જનારા તમામ રસ્તાઓ પોલિસે બંધ કરી દીધા છે. કોઈ પણ જાતની પરમીશન આપવામાં આવી રહી નથી. ત્યાં આઈટીઓ પર પોલિસ અને ખેડૂતો વચ્ચે ટકરાવ ચાલુ જ છે. પોલિસે આંસુઓના ગેસ અને પાણીનો મારો ચલાવ્યો છે.

ખેડૂત આંદોલનમાં આ જગ્યાઓ પર થઈ છે ઝપાઝપી
ગાઝીપુર બોર્ડર પાસે બેરીકેડ્સ તોડવામાં આવ્યા, અક્ષરધામ- નોયડામાં ડાયવર્ઝન પાસે ઝપાઝપી, નોયડા ચિલ્લા બોર્ડરપર ઝડપ, કેટલીક જ્યાકે નાના મોટા છમકલાં થયાના સમાચારો આવી રહ્યા છે. ખેડૂતોએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી હોવાના પણ સમાચાર છે. મુકરબા ચોકી પાસે પણ હાલત થોડી ખરાબ થઈ છે. ટીકરી બોર્ડરથી આગળ નાંગલોઈમાં પણ પોલિસ બેરિકેડ્સને તોડી નાંખવામાં આવ્યા. ખેડૂતોએ 37 નિયમોનું કર્યું છે ઉલ્લંઘન, કેટલીય જગ્યાઓ પર બળપ્રયોગ કરી રહી છે પોલિસ, ટીયરગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે.
Delhi: Following farmer-police clash at ITO, a group of farmers reach Red Fort pic.twitter.com/kZ7QYVBwyr
— ANI (@ANI) January 26, 2021
વિધાનસભા અને સિવિલ લાઈનની મેટ્રો રૂટને પણ કરાયા છે બંધ
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ધીમે ધીમે તેના નિયત રૂટથી ફંટાઈ રહ્યું છે તે જોતાં અગમચેતીના ભાગ રૂપે દિલ્હી મેટ્રો રેલ દ્વારા અમુક રૂટને બંધ કરવાની જાહેરાત કરી છે. ઈન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશનના એક્ઝિટ ગેટ સહિત ગ્રીન લાઈનના તમામ સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયપુર, રોહીણી સેક્ટર18-19, હેદરપુર બદલી , જહાંગીરપુરી, આદર્શનગર, આઝાદપુર, મોડેલ ટાઉન, જીટીબી નગર, વિશ્વવિદ્યાલય, વિધાનસભા અને સિવિલ લાઈનની મેટ્રો બંધ કરી દેવામાં આવી છે.
ખેડૂતોએ પણ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડનું આયોજન કર્યું
દેશમાં કૃષિ કાયદાના વિરોધમાં ગણતંત્ર દિવસે યોજાતી પરેડીની સમાંતર ખેડૂતોએ પણ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડનું આયોજન કર્યું છે. ટ્રેક્ટર રેલીને છેલ્લી ઘડી સુધી મંજૂરી નહોતી પરંતુ ગઈકાલે 37 નિયમોનુંસાર ટ્રેક્ટર રેલી માટે ચોક્કસ 3 રૂટ પર રેલી કાઢવાની મંજૂરી આપી છે. પરંતુ ખેડૂતો કેન્દ્ર સરકાર સામે પોતાનો જુસ્સો પ્રગટ કરવા માટે ગાઝીપુર બોર્ડરથી નીકળીને ખેડૂતોનો એક સમૂહ હવે અક્ષરધામને પાર કરીને દિલ્હી તરફ આગળ વધી રહ્યો છે. આશ્રમ પાસે દિલ્હી પોલિસે રસ્તાઓ બ્લોક કરી દીધા. રોડ બંધ કરવા માટે બેરિકેડ ઉપરાંત ટ્રકનો આશરો લીધો છે. જેસીબી મશીનો પણ રોડને રોકવા લગાવી દીધા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સ્થાનિક સ્વરાજનો સંગ્રામ/તાલુકા લેવલે ટક્કરઃ 5281 સીટો પર ભાજપનો ભગવો, 1503 બેઠકોમાં કોંગ્રેસે સીટો જાળવી
- સાવધાન! Twitter પર ભૂલથી પણ આવી ચીજોને ન કરો શેર, તુરંત બેન થઈ જશે અકાઉન્ટ
- હારનો રેકોર્ડ બનાવતી પાર્ટી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર, આ રહ્યા પતનના કારણો
- અમદાવાદ રિઝલ્ટ/ 36માંથી 20 બેઠક ભાજપને ફાળે, કોંગ્રેસનો સફાયો, વિરમગામમાં હાર્દિકનો પાટીદાર પાવર ના ચાલ્યો
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી