ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદશો તો સરકાર આપશે આટલા લાખની સબસીડી, બસ લગાવવું પડશે આ ડિવાઇસ

electric vehicle

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની યોજનાના બીજા તબક્કાનો અમલ 1 એપ્રિલથી શરુ થઈ જશે. જેના ભાગરુપે પ્રત્યેક ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર સરકાર અલગ અલગ રકમની સબસિડી આપશે.

જોકે સબસિડી મેળવવા માટે ગાડીમાં એક ટ્રેકિંગ ડિવાઈસ લગાવવુ પડશે.જેનાથી સરકાર અને ગ્રાહકને ગાડીના પરફોર્મન્સ અંગે જાણકારી મળતી રહેશે.

આ યોજનાના ભાગરુપે સબસિડી કાર્યક્રમમાં 10 લાખ ઈલેક્ટ્રિક ટુ વ્હિલર, 5 લાખ થ્રી વ્હિલર, 35000 કાર અને 7090 ઈલેક્ટ્રિક બસો સામેલ થશે.20000 હાઈબ્રિડ વાહનો માટે પણ સબસિડીની જોગવાઈ કરાઈ છે.

આ પૈકી 1.5 લાખ રુપિયાથી ઓછી કિંમતના ઈલેક્ટ્રિક ટુ વ્હીલર્સ માટે સરકાર 20000 રુપિયા, 5 લાખ સુધીના ઈલેક્ટ્રિક થ્રી વ્હીલર માટે 50000 રુપિયા, અને 15 લાખ રુપિયા સુધીની ઈલેક્ટ્રિક કારો માટે 1.5 લાખ રુપિયા સબસિડી સરકાર આપશે.આ માટે સરકારે કુલ 10000 કરોડ રુપિયા મંજૂર કર્યા છે.

જોકે ઈલેકટ્રિક ફોર વ્હીલર્સના મામલામાં સબસિડી માત્ર ભારતમાં બનેલી કારો પર જ મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter