GSTV
Home » News » આ ઉનાળે માણો ફેશનેબલ ટ્રેકસૂટ સાથે પર્યટનની મોજ

આ ઉનાળે માણો ફેશનેબલ ટ્રેકસૂટ સાથે પર્યટનની મોજ

મે  મહિનાની   શરૂઆત  સાથે જ  શરૂઆત  થાય છે ગરમીની . બાળકોના વેકેશનની   ઓમાં  ગરમીથી કંટાળી રોજિંદા  ઘરકામમાં  અવકાશ  મેળવવા  લોકો  લાંબા વેકેશન  નીકળી પડતા  હોય છે.   હવે  લોકો વેકેશન  સમયે  પહેરવામાં  સરળ અને   જોવામાં  ફેશનેબલ  લાગે  એવા કપડા  પર  પસંદગીનો  કળશ  ઢોળી  રહ્યાં  છે. 

એવામાં  બોલીવૂડમાં  આવી જ  એક  ફેશનના પગરણ થયા  છે અને તે  ટ્રેક સૂટની  ફેશન .  ફેશનેબલ અને પહેરવામાં  પણ અનુકૂળ એવો આઉટડેટેડ  થઈ  ગયલો પણ  ફરી એક વાર પ્રવાસના  કપડા  તરીકે  ફેશનમાં  આવ્યો  છે. બોલીવૂડના  સેલિબ્રિટીઓએ ટ્રેકસૂટને જ  પ્રવાસના પહેરવેશનો  પર્યાય  બનાવી લીધો હોય એવું  ચિત્ર હાલમાં જ બોલીવૂડમાં  ઉપસી  રહ્યું  છે. 

કેટલીક  વાર તેઓ  તેમના એક જ  રંગના  ટ્રેકસૂટમાં  દેખાઈ  રહ્યા  છે અને કેટલીક  વાર તેઓ લોગો  વાળા  રમતગમત  માટે  પહેરાતા  ટ્રેકસૂટની  પસંદગી  કરી  રહ્યા  છે. અને  તેમાં  પણ  મહિલા  અભિનેત્રીઓ  પ્રવાસના  સમયે તેનો ભરપૂર  ઉપયોગ  કરી રહી  છે.

ફેશનપરસ્ત  અભિનેત્રી  સોનાક્ષી  સિન્હા  તાજેતરમાં  જ સફેદ સ્નીકર  અને  પ્રિન્ટેડ  ટ્રેકસૂટની સાથે  દેખાઈ હતી. મણિકર્ણિકાની  દિગ્દર્શિકા  કંગના રનૌત એ પણ એક જ રંગના પ્રિન્ટેડ  સાદગીપૂર્ણ  ટ્રેકસૂટને  પોતાનું  સ્ટાઈલ  સ્ટેટમેન્ટ  બનાવી સાદગીસભર  સુંદર લૂક મેળવ્યો હતો અનુષ્કા  શર્મા પણ  ક્રોપટોપ  સાથે  ટ્રેકસૂટમાં  દેખાઈ  હતી.  

આલિયા ભટ્ટે  પણ  ડિઝાઈનર  ટ્રેકસૂટમાં  વટ પાડયો  હતો અને તેને મેળ ખાતા  બ્રાન્ડેડ  પર્સ સાથે તેના લૂકને  આગવો  ઓપ મળ્યો  હતો. તે સિવાય  દીપિકાએ  પણ સુંદર ટ્રાઉઝર  પહેરીને  આકર્ષક  લૂક મેળવ્યો હતો.

તમે પણ  બોલીવૂડની  માનુનીઓની જેમ  પ્રયાસ  કે પર્યટનમાં ટ્રેકસૂટ  પહેરી  શકો  છો.  કારણ હવે  ટ્રેક સૂટમાં પણ  ઘણા  રંગ અને ડિઝાઈનો  ઉપલબ્ધ  છે. તે સિવાય  ગત સાત વર્ષોમાં  તેનો  ચાહકવર્ગ પણ  વધ્યો  છે જેમને  ટ્રેકસૂટ  પહેરવો  ખૂબ જ સરળ અને  સારો માગે  છે. 

તેમાં પણ  તમે આવા  ટ્રેકસૂટને સ્નીકર્સ,  બોમ્બર  જેકેટ્સ  અને સ્પોેર્ટની  એસેસરીસ  સાથે પહેરી ગ્લેમરસ   દેખાવ  મેળવી  શકો  છો.  અને તે સિવાય  હવે  તો તેમાં એક   કરતા વધારે  પ્રકારે  સ્ટાઈલ  કરી શકાતી  હોવાથી  જેક્વેલીન ફર્નાન્ડીઝ ડાયના પેન્ટી  જેવી અભિનેત્રીઓ  બ્લેક  ટ્રેકસૂટ સાથે ગ્લેમરસ  અંદાજમાં  દેખાઈ હતી. 

તેની  સાથે   અભિનેત્રીઓએ   સનપ્રોટેક્શન  ગ્લાસ  પહેર્યા હતા. એક જાણીતી ડિઝાઈનરે  આ બાબતે કહ્યું  કે ટ્રેક સૂટની  ફેશનનું  પુનરાગમન  સાચે  ખૂબ જ પરિવર્તન  સાથે આવ્યું છે કારણ  હવે મનગમતા  રંગ,  ડિઝાઈનો સાથે ફેશનને  પણ એટલું જ મહત્ત્વ અપાયું  છે વળી  તે પહેરવામાં  પણ હળવા    છે અને ટ્રેકિંગ  માટે પણ  સર્વશ્રેષ્ઠ  કપડા   બની  શકે છે. તેથી જ તે હાલમાં  માનુનીઓની  પર્યટન  સમયની   પહેલી  પસંદ બની ગયો  છે.

રોજિંદા  રૂટિનમાં  માનુનીઓ  સ્કીન ટાઈટ  જીન્સ, સલવાર અને  પટિયાલાથી  કંટાળી   હોય છે અને  પ્રવાસ  સમયે પહેરવામાં   આરામદાયક કપડા  ઈચ્છતી  હોય છે.   એવા  સમયે ટ્રેકસૂટની પસંદગી  એક શ્રેષ્ઠ  વિકલ્પ  સાબિત થાય છે.  અને લોકોને તે ફેશનેેબલ  પણ લાગે છે તેથી જ તેઓ  તેના પર્યાયને  પસંદ કરી  બોલીવૂડની  સ્ટાઈલ સ્ટેટમેન્ટ  બનાવવા  ઈચ્છે  છે અને પ્રવાસની  મોજ પણ માણે  છે.  તો રાહ કોની જુઓ  છો આજે  જ તમારા  પ્રવાસના સામાનમાં  ટ્રેક સૂટનો ઉમેરો  કરવો ભૂલતા નહીં હો….

Read Also

Related posts

જો તમે ઓફિસમાં તમારૂ પ્રદર્શન સારૂ કરવા ઈચ્છતા હોય તો કરો આ કામ

Kaushik Bavishi

અઠવાડિયામાં ફક્ત આટલી વખત ખાવ આ વસ્તુ, ક્યારેય નહીં આવે હાર્ટ અટેક

Arohi

પિકનિક સ્પેશિયલ હેલ્ધી જ્યૂસ માટે બનાવો મેંગો સ્મૂથી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!