GSTV
Home » News » Maruti Baleno જેવી Toyota Glanza થઈ લોન્ચ, મચાવી રહી છે માર્કેટમાં ધૂમ

Maruti Baleno જેવી Toyota Glanza થઈ લોન્ચ, મચાવી રહી છે માર્કેટમાં ધૂમ

ભારતીય કાર બજારમાં Toyota તેની નવી પ્રીમિયમ હેચબેક કાર Glanza લોન્ચ કરે છે. દિલ્લીમાં એક ઈવેન્ટ દરમિયાન કંપની તેની કિંમતનો ખુલાસો કરશે. નવી Glanza Maruti સુઝુકી Baleno ની એક રિબેઝ છે. આ ભારતમાં ખાલી બે ઉચ્ચ ટ્રિમ્સમાં વેચવામાં આવશે. સોશિયલ મિડિયા પર તેની ઘણી તસવીરો લીક થયેલી જોવા મળે છે.

આ બિલકુલ મારુતિ સુઝુકી બલેનો જેવી દેખાય છે, પરંતુ તેને થોડી અલગ બતાવવા માટે થોડા બદલાવ કરવામાં આવશે. ટોયોટા Glanzaના એન્જિનની વાત કરીએ તો તેમાં બીએસ-6 એન્જિન મળે છે જે 1.2 લીટરમાં થશે. આ એન્જિનને 84 પીએસની પાવર અને 115એનએમ ટોર્ક મળશે. તે ઉપરાંત 5 સ્પીડ મેનુઅલ ટ્રાન્સમિશન અને સીવીટી ટ્રાન્સમિશનથી લેસ થશે. ક્યાસ લગાવામાં આવે છે કે પેટ્રોલ મોડલ લોન્ચ થયાના થોડા સમય બાદ ડિઝલ મોડલ લોન્ચ કરી શકે છે.

તેમાં 1.3 લીટર ડીઝલ એન્જિન મળશે. Glanzaની કિંમત બલેનોની કિંમતથી 30થી 50 હજાર રૂપિયા વધુ હોઈ શકે છે. ગ્રાહક 10 રૂપિયા આપીને પણ આ કાર બુક કરાવી શકે છે. ટોયોટો Glanzaને Vઅને Gવેરિએટ્સમાં ઉતારશે જે મારૂતિ બલેનોની Alphaઅને Zeta વેરિએટની સરખામણીમાં હશે. કંપની નવા Glanza પર ત્રણ વર્ષમાં 1 લાખ કિલોમીટરની વોરંટી આપી શકે છે.

ટોયોટો Glanza પાંચ રંગમાં જોવા મળશે ગ્રે, રેડ, બ્લૂ, સિલ્વર અને વ્હાઈટ. આમાં એવી વસ્તુ હશે જે બલેનોમાં નથી. અત્યારે બલેનોનું માર્કેટ સારું ચાલી રહ્યું છે તેમાં આ નવી કાર પોતાનું માર્કેટ જાળવશે?

Related posts

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Mayur

અમરેલીના યુવકે કરી એવી શોધ કે બોરમાં પડતા બાળકને 25 મિનિટમાં બહાર કાઢી શકશો

Mayur

પાણી સાથે પીવા લાગો આ ખાસ વસ્તુ, એક મહિનામાં ઘટી જશે 3 કિલો વજન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!