GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

Toyota લોકપ્રિય MPV કાર Innova Crystaનું CNG મોડલ આ મહિનામાં આવશે ભારતમાં, આવી રહેશે ખાસિયતો

જાપાનની મલ્ટીનેશનલ ઓટોમોબાઇલ કંપની Toyota પોતાની લોકપ્રિય MPV કાર Innova Crystaનું CNG મોડલ લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ પોપ્યુલર MPV કાર રસ્તાઓ પર CNG વર્ઝનમાં ટૂંક સમયમાં દોડતી જોવા મળશે. કંપનીએ ઈનોવા CNG વેરિઅન્ટની ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. અહેવાલ અનુસાર, Toyota Innova Crysta CNG આ વર્ષમાં ભારતમાં જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે જોવા મળી શકે છે. જોકે, ટોયોટાએ ઈનોવા CNGની ભારતમાં લોન્ચિંગના સમયને લઇ કોઇ આધિકારિક જાહેરાતનું એલાન કર્યું નથી. પણ સતત તેની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે.

નવા CNG મોડલની કિંમતમાં થઈ શકે છે વધારો

હાલમાં ભારતમાં Toyota Innova Crystaના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ જ ઉપલબ્ધ છે. નવા CNG મોડલની કિંમતમાં થઈ શકે છે વધારો Toyota Innova Crysta CNG વેરિઅન્ટની કિંમત ઈનોવાના વર્તમાન મોડલથી થોડી વધુ હોઇ શકે છે. અહેવાલ અનુસાર, ઇનોવા CNGની કિંમત પેટ્રોલ મોડલથી રૂ.80,000થી 1 લાખ સુધી મોંઘી હોઇ શકે છે. આ કારના પેટ્રોલ વેરિઅન્ટની શરૂઆતી કિંમત રૂ.15.66 લાખ (દિલ્હી એક્સ-શોરૂમ) છે. ડીઝલ વેરિઅન્ટની શરૂઆતી કિંમત રૂ.16.44 લાખ છે.

માર્ચમાં કરાયું હતું ઈનોવા સ્પેશ્યિલ એડિશન લોન્ચ

CNGવાળી ઈનોવા ક્રિસ્ટા એન્ટ્રી લેવલ જી ટ્રિમ પર બેઝ્ડ હોઇ શકે છે. માર્ચમાં કરાયું હતું ઈનોવા સ્પેશ્યિલ એડિશન લોન્ચ ટોયોટાએ આ વર્ષે માર્ચના મહિનામાં ઈનોવાનું સ્પેશ્યિલ એડિશન લોન્ચ કર્યું હતું. જેનું નામ હતું- Toyota Innova Crysta લીડરશિપ એડિશન રખાયું છે. આ એડિશન, સ્ટાન્ડર્ડ ઈનોવાના મિડ સ્પેક વેરિઅન્ટ VX પર આધારિત છે. તે માત્ર ડીઝલ એન્જિનમાં બજારમાં ઉતારવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ઈનોવા VXની તુલનામાં આ 61 હજાર રૂપિયા મોંઘી છે.

ડિઝાઇન અને ફીચર્સમાં ઘણાં કોસ્મેટિક ફેરફાર

સ્પેશ્યિલ એડિશન ઈનોવા ક્રિસ્ટાનું લુક, ડિઝાઇન અને ફીચર્સમાં ઘણાં કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. આ સ્પેશ્યિલ ઈનોવા કારમાં ચારેય બાજુ લીડરશિપના બેજ, 17-ઇંચના નવા બ્લેક અલૉય વ્હીલ, રિયર સ્પોઇલર અને સાઇડ સ્કર્ટ્સ આપવામાં આવ્યા છે. એમવીપીમાં 360 ડિગ્રી કેમેરા, ઓટો ફોલ્ડિંગ ORVM, પડલ લેમ્પ્સ, કીલેસ એન્ટ્રી, પુશ સ્ટાર્ટ બટન અને ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ સામેલ છે. જેની કિંમત લગભગ રૂ.21.21 લાખ સુધીની છે.

READ ALSO

Related posts

શ્રાવણમાં વીરપુરના ખેડૂતોની આંખોમાં અષાઢી અશ્રુ, પ્રભુ ચરણે ધરવાના પુષ્પો ઉકરડે ફેંકવા થયા મજબૂર

pratik shah

કોરોના વાયરસનો કહેર યથાવત: અમેરિકામાં કોરોનાના કેસ 50 લાખને પર, મૃત્યુઆંક વધવા છતાં બ્રાઝિલમાં ચાલુ રિઓપલિંગ

pratik shah

સુરતમાં 200 કેસનો સિલસિલો યથાવત, જાણો રવિવારે કયા ઝોનમાં આવ્યાં કેટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!