GSTV

ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનના કાળા બજાર બાદ તંત્ર આવ્યું હરકતમાં, સુરતના જિલ્લા કલેક્ટરે આપ્યો આ આદેશ

Last Updated on July 9, 2020 by

સુરતમાં ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનના સતત વધી રહેલા કાળા બજાર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતના જિલ્લા કલેક્ટરે ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેક્શનને લઇને ખાસ ગાઇડલાઇન બહાર પાડી છે. તેમજ સમગ્ર મામલે એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સભ્ય તરીકે સરકારી હોસ્પિટલના ત્રણ ડોક્ટર સમીર ગામી, અલ્પેશ પરમાર તેમજ દીપક શુક્લાનો સમાવેશ કરાયો છે.

ઇન્જેક્શન માટે ગાઇડલાઇન

  • સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ખાનગી હોસ્પિટલો માટે ગાઇડલાઇન જાહેર
  • તંત્ર દ્વારા ૩ સભ્યોની સમિતિની રચના
  • સમિતિમાં ૩ ડોક્ટર સમીર ગામી, અલ્પેશ પરમાર અને દીપક શુક્લાનો સમાવેશ
  • ખાનગી ડોક્ટરોએ દર્દીને ઇન્જેક્શન આપવા માટે સમિતિને જાણ કરવાની રહેશે
  • તંત્ર દ્વારા ઇ-મેઇલ એડ્રેસ જાહેર કરવામાં આવ્યું
  • ખાનગી હોસ્પિટલોએ ક્રિટિકલ દર્દીઓની તમામ વિગત ઇ-મેઇલ એડ્રેસ પર મોકલવાની રહેશે
  • તમામ જરૂર વિગતો મોકલાયા બાદ જ ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શનની ફાળવણી
  • સમિતિના સભ્યો ચકાસણી બાદ સુપ્રિન્ટેન્ડેન્ટને ઇન્જેક્શન આપવા ભલામણ કરશે

ખાનગી ડોક્ટરોએ દર્દીઓને ઇન્જેક્શન આપવા માટે આ સમિતિને જાણ કરવાની રહેશે. તંત્ર દ્વારા એક ઇમેઇલ એડ્રેસ જાહેર કરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલ દ્વારા ક્રિટિકલ દર્દીઓની તમામ વિગત આ એડ્રેસ પર મોકલવાની રહેશે. ત્યાર બાદ જ ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે. સમિતિના સભ્યો તમામ ચકાસણી બાદ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને ઇન્જેક્શન આપવા માટે ભલામણ કરશે.

જરૂર ન હોય તેવા દર્દીઓને આ ઈન્જેક્શન આપવાથી રિએક્શન થાય છે

કોરોના સારવાર માટે વપરાતી ટેસિલિઝુમેબ ઈન્જેક્શનની તંગી મામલે આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે ખાનગી ડોક્ટરો બીનજરૂરી રીતે તેનો ઉપયોગ કરવા માંડ્યા છે. આ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. તે ઈન્જેક્શન આપતાં પહેલા તપાસ કરશે. આઈસીએમઆર હેઠળ ઇમ્યુનિટી ઓછી હોય તેવા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવશે. જરૂર ન હોય તેવા દર્દીઓને આ ઈન્જેક્શન આપવાથી રિએક્શન થાય છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઇન મુજબ દર્દીને ટોસિલિઝુમેબ આપવાની જરૂરિયાત જણાય તેવા દર્દીઓને આપવામાં આવશે.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

pratik shah

વિડીયો/ હાથીએ બસ પર કર્યો હુમલો, IFSએ સમજદાર ડ્રાઈવરની કરી પ્રશંસા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!