GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

અમદાવાદની કોવિડ હોસ્પિટલ બહાર એજન્ટોનું રાજ, ટોસિલીઝૂમેબ ઇંજેકશનની કાળાબજારીથી મેડિકલ સંચાલકોમાં ભારે રોષ

રાજ્યમાં ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનને લઈ દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે. તેવામાં મેડિકલ સંચાલકોએ ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન ન મળતાં હોવાનુ કહીં વિરોધનો સૂર ઉઠાવ્યો છે. જેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે અમદાવાદની બધી જ કોવિડ હોસ્પિટલની બહાર એજન્ટો ઊભા રહે છે અને ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે સુરતમાં 7 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

કાળાબજારી

  • અમદાવાદમાં મળી મેડિકલ સંચાલકોની બેઠક
  • ટોસિલીઝૂમેબ ઇંજેકશનની કાળાબજારીનો આક્ષેપ
  • અમદાવાદની કોવિડ હોસ્પિટલ બહાર એજન્ટો ઉભા રહેતા હોવાનો આક્ષેપ
  • સુરતમાં ટોસિલીઝૂમેબ ઇંજેકશનની કાળાબજારીનો થયો છે પર્દાફાશ
  • ૭ લોકો સામે નાંધાઇ ફરિયાદ
  • સુરત, અમદાવાદ, મુંબઇ સુધી કાળા બજારીના તાર

મેડિકલ સંચાલકોની એક અગત્યની બેઠક મળી

ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના તાર સુરત મુંબઇ સહિત અમદાવાદથી પણ જોડાયેલા છે. ત્યારે અમદાવાદમા વધુ એક વખત ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન બ્લેક મળતા હોય તેવો આક્ષેપ ખુદ મેડિકલ સ્ટોરના માલિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે મેડિકલ સંચાલકોની એક અગત્યની બેઠક મળી. જેમાં તેમને જ આ ઇન્જેક્શન ન મળતાં હોવાની ચિંતા વ્યક્તિ કરી હતી સાથે જ તેમને જણાવ્યું હતું કે અમદાવાદમાં બ્લેકમાં ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન મળી રહ્યા છે. ટોસીલીઝૂમેબ ઇન્જેક્શન મેડિકલ સ્ટોરમાં વેચવામાં આવે તો દર્દી અને વેપારી બંનેને ફાયદો થશે અને કાળા બજારી બંધ થશે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!