GSTV

સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચિન બેસ કેમ્પ સુધી જઇ શકશે પર્યટકો, લદાખના અગ્રિમ વિસ્તાર પણ પર્યટકો માટે ખુલ્યા

સિયાચિન

Last Updated on September 29, 2021 by Bansari

દેશભરના પર્યટકો હવે દુનિયાના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઈ શકશે.જોકે સુરક્ષા કારણોસર વિદેશી પર્યટકોને મંજૂરી આપવામાં આવી નથી. વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર તાશી ગ્યાલસને પહેલી ટુકડીને સિયાચિન બેઝ કેમ્પ માટે રવાના કરી હતી.

દુનિયાના સૌથી ઉંચા યુધ્ધક્ષેત્ર સિયાચીનના બેઝ કેમ્પ સુધી હવે પર્યટકો જઈ શકશે

આ નિર્ણય પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.લદ્દાખ ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ટ્વિટર એકાઉન્ટ પર આ જાહેરાત કરવામાં આવી હતી.જોકે સિયાચીન ગ્લેશિયરથી બેઝ કેમ્પ ખાસો દુર છે આમ છતા ટુરિસ્ટો માટે બેઝ કેમ્પની મુલાકાત લેવી પણ રોમાંચકારી અનુભવ સાબિત થશે.

સિયાચિન

સુરક્ષાના કારણે અત્યાર સુધી બંધ રહેલા લદ્દાખના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવે પ્રવાસીઓને જવાની છુટ આપવામાં આવી છે.આવા કેટલાક વિસ્તારો ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી નજીક આવેલા છે.જ્યાં પણ હવે યોગ્ય પરવાનગી સાથે ટુરિસ્ટ જઈ શકશે.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!