GSTV

માથાકૂટ / SOU ખાતે ઓનલાઇન ટિકિટનું સર્વર ખોટકાતા પ્રવાસીઓનો હોબાળો, એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે ઓનલાઇન ટિકિટ માટેનું સર્વર ખોટકાતા પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો. કેવડિયાની સ્વાગત કચેરીએ પ્રવાસીઓનો ભારે ધસારો થતાં તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પ્રવાસીઓનું કહેવું છે કે, ‘ઓનલાઇન ટિકિટ માટે એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે. પરંતુ ટિકિટ ન મળતાં તેઓ સ્વાગત કચેરીએ પહોંચ્યાં હતાં. જો કે, પ્રવાસીઓના હોબાળાને લઇને ઓનલાઇનની જગ્યાએ ઓફલાઈન ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.’

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો ઘટતા જ રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે એવામાં હવે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો સાપુતારા, માઉન્ટ આબુ અને સ્ટેચ્યુ ઑફ યુનિવર્સિટી જેવાં સ્થળોએ પિકનિક મનાવવા પૂરા પરિવાર સાથે ઉમટી પડ્યાં છે. એવામાં ઓનલાઇન ટિકિટ મેળવવામાં પણ લોકોની સંખ્યા વધી રહી છે.

આવી સ્થિતિમાં જ્યારે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ઓનલાઇન ટિકિટનું સર્વર ખોટકાતા ઓનલાઇન ટિકિટ માટે એકાઉન્ટમાંથી પૈસા તો કપાઇ ગયા પરંતુ પ્રવાસીઓને ટિકિટ ન મળતા હોબાળો મચાવ્યો હતો. આથી પ્રવાસીઓને ઓફલાઇન ટિકિટ આપવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી છે. જુલાઇ મહિનામાં કોરોનાના ૧૩૫૪ નવા કેસ સામે આવ્યા હતા જ્યારે ૧૭ના કોરોનાથી મૃત્યુ થયાં હતાં. આ પૈકી ૧૮ જુલાઇ બાદ કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

જુલાઇમાં કોરોનાના કુલ ૧૩૫૪ કેસ

ગુજરાતમાં એક સમયે એવી સ્થિતિ હતી કે પ્રત્યેક દિવસે ૧૩૦૦થી વધુ કેસ નોંધાતા હતા. જેની સરખામણીએ હવે પૂરા મહિના દરમિયાન કુલ ૧૩૫૪ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭ નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ ૧૩માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ ૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૬ દર્દી વેન્ટિલેટર પર છે. જુલાઇના પ્રારંભે રાજ્યમાં ૨૭૯૪ એક્ટિવ કેસ હતા.

કોરોના

છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૯-ગ્રામ્યમાંથી ૧ સાથે સૌથી વધુ ૧૦, વડોદરામાંથી ૩, સુરત-ગાંધીનગર-જુનાગઢમાંથી ૨, અમરેલી-આણંદ-ભરૂચ-જામનગર-કચ્છ-નર્મદા-પંચમહાલ-રાજકોટમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૫ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૪,૫૪૯ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૫% છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!