GSTV
Home » News » જામા મસ્જીદમાં TikTokનો વીડિયો વાઇરલ થતા પ્રવાસીઓ પર લગાવવામાં આવ્યો આવો પ્રતિબંધ

જામા મસ્જીદમાં TikTokનો વીડિયો વાઇરલ થતા પ્રવાસીઓ પર લગાવવામાં આવ્યો આવો પ્રતિબંધ

Jama Masjid tiktok

દેશની રાજધાની દિલ્હીમાં આવેલી જામા મસ્જીદમાં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હાલમાં એક વિડીયો વાઇરલ થયો હતો તેમાં બે છોકરીઓ જામા મસ્જીદના હોલમાં એક ગીત ઉપર નાચતી હતી.ત્યાર બાદ આ મુદે સોશ્યલ મિડીયામાં બહુ ચર્ચા થઇ હતી.

how to Download Tik tok

મિડીયા રિપોર્ટ મુજબ ત્યાર બાદ ગુરૂવારે જામા મસ્જીદનો એક ફોટો સામે આવ્યો હતો જેમાં દર્શાવ્યું હતું કે અહીથી આગળ જવાની પ્રવાસીઓને મનાઇ છે. જો કે મસ્જીદ તરફથી એવું કહેવાયું છે કે મસ્જીદમાં આવવાની કોઇ પણ પ્રકારની મનાઇ નથી કરાઇ. મસ્જીદના જણાવ્યા મુજબ જામા મસ્જીદના મેઇન હોલમાં જવા માટે સાત ગેટ છે જેમાંથી છ ગેટ પ્રવાસીઓ માટે બંધ કરાયા છે.એક મોટો ગેટ પ્રવાસીઓ માટે રાખવામાં આવ્યો છે જેનાથી પ્રવાસીઓની સુરક્ષા થઇ શકે.

સોશ્યલ મિડીયા પર વાઇરલ થયેલા આ વિડીયો બાદ લોકોએ પોતપોતાના અભિપ્રાય જણાવ્યા છે. કેટલાક લોકો કહે છે કે મસ્જીદમાં આ પ્રકારના વિડીયો બનાવવા ન જોઇએ,  તો કેટલાક કહે છે કે ધાર્મિક સ્થળોમાં આવા વિડીયો બનાવવાની પરવાનગી આપવી ન જોઇએ કેટલાક કહે છે કે આવા વિડીયો તુરત જ  હટાવી દેવા જોઇએ. તો વળી કેટલાક લોકો આવા વિડીયોના વખાણ પણ કરે છે.

Read Also

Related posts

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં અમિત-મનિષને ઈતિહાસ રચવાની તક,સેમિ ફાઈનલ મુકાબલા ખેલવા રિંગમાં ઉતરશે

Bansari

સિંધુ ચાઈના ઓપનની પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં હારતાં મેજર અપસેટ

Bansari

દુનિયાના એવા પાંચ રહસ્યો જે વૈજ્ઞાનિકો માટે પણ પડકાર સમાન, જાણીને ચોંકી ઉઠશો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!